BREAKING NEWS

જેતપુરમાં રિક્ષા ગેંગે વૃધ્ધાની ૯૫ હજારની સોનાની બંગડી કાઢી લીધી

  • May 05, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  જેતપુરમાં રીક્ષા ગેંગે વૃદ્ધાને મુસાફર તરીકે રિક્ષામાં બેસાડા બાદ નજર ચૂકવી તેમના હાથમાંથી પિયા ૯૫ હજારની કિંમતની સોનાની બંગડી તફડાવી લીધી હતી. જે અંગે વૃદ્ધાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં રિક્ષામાં સવાર બુરખો પહેરેલ મહિલા અને ત્રણ શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાં કણકીયા પ્લોટ પાસે વોરા વોકડી કાંઠે ભાડીયા કુવાની સામે રહેતા નિર્મળાબેન વજેસંગભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધાએ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જેતપુર જુનાગઢ રોડ પર માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે.
ગઈકાલે સવારના ૦૮:૧૫ વાગ્યા આસપાસ વૃદ્ધા પોતાના પૌત્ર જયદેવ (ઉ.વ. ૧૪) સાથે નિત્યક્રમ મુજબ ઘરેથી માર્કેટ યાર્ડ જવા માટે નીકળ્યા હતા. બંને પગપાળા જતા હતા દરમિયાન જેતપુર જુનાગઢ રોડ પર ડો. વાઘવાણીના દવાખાના પાસે પહોંચતા એક રીક્ષા તેમની પાસે આવી હતી રીક્ષા ચાલકે પૂછયું હતું કે, માડી કયાં જવું છે? જેથી વૃધ્ધાએ માર્કેટ યાર્ડ જેવું હોવાનું કહેતા તેને રીક્ષામાં બેસવાનું કહ્યું હતું રીક્ષામાં પાછળના ભાગે બે પુષ અને એક ક્રી બેઠેલા હતા. જેમાં ક્રીએ બુરખો પહેર્યેા હતો. બાદમાં રીક્ષા બસ સ્ટેન્ડ તરફના રોડ પાસેથી લેતા વૃદ્ધાએ પૂછયું હતું કે, રીક્ષા આ બાજુ કેમ લીધી જેથી ચાલકે કહ્યું હતું કે, એક ભાઈને બાજુમાં ઉતરવાનું છે.
બાદમાં રીક્ષા બસ સ્ટેન્ડ રોડથી ફ્રત્પટવાળી શેરીમાં એમ.જી રોડ પર લીધી હતી પરંતુ રિક્ષામાંથી કોઈ ઉતયુ ન હોય અને વૃદ્ધાની સાથે પાછળ બેઠેલા બે પુષો અને ક્રી સતત હલચલ કરતા હતા. વૃદ્ધાએ કહ્યું હતું અહીં તો કોઈ ઉતયુ નથી જેથી રિક્ષાચાલકે કહ્યું હતું કે, માડી પહેલા તમને ઉતારી જાઉ પછી આ લોકોને ઉતારી દઈશ. તેવું કહી તીનબત્તી ચોકથી જુનાગઢ રોડ તરફ લઈ ગયેલ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને બોસમીયા કોલેજ વચ્ચે પહોંચતા રીક્ષા ચાલકે કહ્યું હતું કે, સામે પોલીસવાળા ઊભા છે તમે અહીં ઉતરી જાવ તેમ કહી વૃદ્ધા અને તેના પૌત્રને રીક્ષામાંથી ઉતારી દીધા હતા અને ભાડું લીધા વગર રિક્ષાચાલકે રિક્ષા હંકારી મૂકી હતી. ત્યારબાદ વૃદ્ધાએ પોતાના હાથ પર જોતા તેમણે પહેરેલ ૧૧ ગ્રામ સોનાની બંગડી જેની કિંમત પિયા ૯૫,૦૦૦ હોય તે આ શખસો નજર ચુકવી તફડાવી ગયા હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application