BREAKING NEWS

જામનગર : મોટી ખાવડી નજીક બે વાહનોની વચ્ચે રિક્ષા સેન્ડવીચ : ચારને ઇજા

  • February 07, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોટી ખાવડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રીક્ષા સેન્ડવિચ થઈ હતી, જે રિક્ષામાં બેસીને બેડીથી વાડીનાર દરગાહે દર્શન કરવા માટે ગયેલી ત્રણ મહિલાઓ અને રિક્ષાચાલક સહિત ચાર વ્યક્તિ ઘાયલ થતા જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.


જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક હુસેનભાઇ ઇસ્માઇલભાઈ જેડા (ઉમર વર્ષ ૩૨) નામનો યુવાન આજુબાજુના વિસ્તારમાં રહેતી ત્રણ મહિલાઓ જરીનાબેન, જેતુનબેન અને હુરબાઈબેનને વાડીનાર દરગાહે દર્શન કરવા જવું હોવાથી ગત તા. ૨૧ના ત્રણેયને રિક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૩૫૫૨માં બેસાડીને વાડીનાર ગયા હતા, અને ત્યારથી જામનગર પરત ફરી રહ્યા હતા.


તે દરમિયાન મોટી ખાવડી પાસે સીએનજી રીક્ષાની પાછળ આવી રહેલા કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી, જે અકસ્માતમાં રીક્ષા આગળ જઈ રહેલા એક ટેન્કરમાં ઘૂસી ગઈ હતી, અને રીક્ષા બંન્ને વાહનની વચ્ચે સેન્ડવીચ થઈ ગઈ હતી.
​​​​​​​

આ અકસ્માતમાં રીક્ષા ચાલક હુસેનભાઇ તેમજ પાછળ બેઠેલી ત્રણેય મહિલાઓને નાની મોટી અનેક ઇજાઓ થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં તમામને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં હુસેનભાઇ જેડાને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યુ હતું. આ અકસ્માતના બનાવ અંગે રીક્ષાચાલકના ભાઈ બેડીમાં રહેતા અકરમ ઈસ્માઈલભાઈ જેડાની ફરિયાદના આધારે મેઘપર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો  નોંધીને તપાસ આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application