રાજકોટના રિંગ રોડ–૨ ફોર ટ્રેક પ્રોજેકટનું કામ અંતે શરૂ થઇ ગયું છે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં રિંગ રોડ–૨ ફોર ટ્રેકનું ટેન્ડર ફાઇનલ થયા બાદ વર્ક ઓર્ડર પણ અપાઇ જતા રૂડા વિસ્તારમાં રિંગ રોડ–૨નું કામ ખાતમુહર્ત વિના જ શરૂ કરી દેવાયું છે. યારે મનપા વિસ્તાર હેઠળના રિંગ રોડ–૨માં રિટેન્ડર બાદ કોઇ નિર્ણય નહીં લેવાતા મનપા વિસ્તારમાં કામ શરૂ થવાનું તો દૂર આયોજન પણ અધું રહ્યું છે.
દરમિયાન રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં રિંગ રોડ–૨ ઉપરના જુના બ્રિજનું વાઇડનીંગ તેમજ નવા બ્રિજ અને સ્લેબ કલવર્ટને મંજૂરી આપવામાં આવી છે પરંતુ ફોર ટ્રેકના મૂળભૂત પ્રોજેકટની પ્રક્રિયા કયાં પહોંચી તે અંગે કોઇ ચર્ચા–વિચારણા પણ કરવામાં આવી ન હતી. ડા એ વહેલું કામ શ કરતાં ત્યાં આગળ પ્રોજેકટ વહેલો પૂર્ણ થશે અને મનપા વિસ્તારમાં મોડું કામ શ થતા પ્રોજેકટ મોડો પૂર્ણ થશે આથી એવું પણ બનવાની સંભાવના છે કે અડધો રિંગ રોડ મતલબ કે ડા વિસ્તારનો રીંગરોડ ફોર ટ્રેક હશે અને મનપા વિસ્તારનો રીંગરોડ ટુ ટ્રેક રહે તેવા દ્રશ્યો પણ જોવા મળે તો નવાઇ પામવા જેવું રહેશે નહીં. રૂડાના ચીફ એકિઝકયુટિવ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, રૂડા તંત્રએ પખવાડિયા પૂર્વે વર્ક ઓર્ડર આપ્યો છે અને કામ શ થઇ ગયું છે.
મહાપાલિકાના સિટી એન્જીનિયરએ જણાવ્યું હતું કે હજુ રિ–ટેન્ડર બાદ ટીઇસી મિટિંગ થઇ છે, સંભવત: આગામી સ્ટેન્ડિંગ કમિટીની આગામી મિટિંગમાં દરખાસ્ત આવે તેવી શકયતા છે.
રિંગ રોડ–૨ને ફોરટ્રેક બનાવવાનું કામ ત્રણ ફેઝમાં થનાર છે અને તે માટે ત્રણ અલગ પેકેજ તૈયાર કરી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા, નવેમ્બર–૨૦૨૪માં યોજાયેલી પ્રિ–બીડ મિટિંગમાં અમુક એજન્સીઓએ રસ દાખવ્યો હતો. દરમિયાન ઉંચા ભાવની ઓફર હોવાનું જણાતા રિટેન્ડર કરાયું હતું, રિટેન્ડરના અંતે હવે ભાવ ડાઉન આવ્યા છે છતાં ટેન્ડર ફાઇનલ થયું નથી. ટેન્ડર ઇવેલ્યુએશન કમિટીની મિટિંગમાં પણ આ મામલે ચર્ચા થઇ છે પરંતુ પ્રોજેકટ આગળ ધપ્યો નથી. ટેન્ડર ફાઇનલ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટિ દરખાસ્ત મંજુર કરે, મ્યુનિ.કમિશનર દરખાસ્તને વહીવટી મંજૂરી અને વર્ક ઓર્ડર આપે ત્યારબાદ કામ શ થાય આ સમગ્ર પ્રક્રિયામાં હજુ કેટલો સમય વિતી જશે તે કહેવું મુશ્કેલ છે.
રાજકોટ મહાપાલિકાની હદમાં આવતા રિંગ રોડ–૨ની હયાત પહોળાઇ ૯ મીટર (૩૦ ફૂટ ) છે તેમાં વધારો કરીને ૪૫ મીટર (૧૫૦ ફટ) પહોળો બનાવવા મતલબ કે ફોર ટ્રેક બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા અંતર્ગતની પ્રિ–બીડ મિટિંગ યોજાયા પછી અકળ કારણોસર આ પ્રોજેકટ આગળ ધપ્યો નથી. રિંગ રોડ–૨ના કામે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર અને ત્યાંથી રૈયા સ્માર્ટ સીટી એરિયાથી થઇ કાલાવડ રોડ કટારીયા ચોકડી અને ત્યાંથી કણકોટ જતા રસ્તાને જોડતા રસ્તા સુધીનો રોડ ફોર ટ્રેક તરીકે ડેવલપ કરવામાં આવશે. ઘંટેશ્વરથી કણકોટ સુધીના રસ્તાની કુલ લંબાઇ અંદાજે ૯ કિલોમીટર છે. આ કામે બંને બાજુ ૧૦.૫૦ મીટરનો મુખ્ય કેરેજ વે ડેવલપ કરવામાં આવશે તથા તેમાં સમાવેશ થતા કલ્વર્ટ અને સ્ટ્રોમ વોટરનો સમાવેશ કરવામાં આવેલ છે, રિંગ રોડ–૨ ફોરટ્રેક બનાવવાનો અંદાજિત કુલ ખર્ચ .૧૧૦.૧૯ કરોડ થવાનો પ્રાથમિક અંદાજ છે.
ફેઝ–૧: ઘંટેશ્ર્વરથી સ્માર્ટ સિટી
રાજકોટ મહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાના કામનો પ્રારભં જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વરથી થશે અને ફસ્ર્ટ ફેઝમાં ઘંટેશ્વરથી રૈયા સ્માર્ટ સિટી એરિયા સુધીનો રિંગ રોડ કે જેની લંબાઇ ૨.૧ કિલોમીટર છે તેટલો રસ્તો ફોર ટ્રેક બનશે.
ફેઝ–૨: સ્માર્ટ સિટીથી કટારીયા ચોકડી
રાજકોટ મહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ને ફોર ટ્રેક બનાવવાના સેકન્ડ ફેઝમાં સ્માર્ટ સિટી એરિયાથી કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી સુધીના ૩.૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે.
ફેઝ–૩: કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી
રાજકોટમહાપાલિકા દ્રારા રિંગ રોડ–૨ ફોર ટ્રેક બનાવવાનો થર્ડ ફેઝમાં કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીથી શ કરી કણકોટ ચોકડી સુધીના ૨.૭૯ કિલોમીટરની લંબાઇનો રોડ ડેવલપ કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech