મહિલાઓ ઉપર હુમલો: વ્યાપક તોડફોડ અંગે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા ગોઇંજ ગામે એક યુવાન સાથે સાતેક વર્ષ પહેલા એક યુવતીના કથિત વ્યવહારનો ખાર રાખીને યુવતીના પરિવારજનો દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચી, અને બઘડાટી બોલાવીને ઘરમાં તેમજ વાહનમાં વ્યાપક નુકસાની કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામે રહેતા હુસેનભાઈ મામદભાઈ ગડણ નામના 38 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનને એક યુવતી સાથે વાતચીત કરવાનો વ્યવહાર હતો. તે પછી ફરિયાદી હુસેનભાઈએ તેણી સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખ્યો ન હતો. આ પછી આરોપી ઈમ્તિયાઝ તેમજ ઈમરાન નામના બે શખ્સોએ તેણીના પરિવારની ઉપરોક્ત યુવતીને હેરાન પરેશાન કરવા બાબતનું મનદુઃખ રાખીને આરોપી ઇમ્તિયાઝ અને ઇમરાન ઉપરાંત આરોપી આબેદાબેન તેમજ તેમની સાથે આઠથી દસ જેટલા મહિલાઓ અને બારથી તેર જેટલા પુરુષોએ સાથે મળીને ગેરકાયદેસર રીતે મંડળી રચી, ગઈકાલે સોમવારે ફરિયાદી હુસેનભાઈના ઘરે ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો.
આ રીતે આશરે બે ડઝન જેટલા શખ્સોએ ફરિયાદી પરિવાર ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીના ઘરની સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરવાના ઇરાદે સ્ત્રીઓના કપડાં ફાડી અને હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ તેમના ઘરના શૌચાલય તેમજ બેડરૂમના દરવાજા તોડીને રૂપિયા 10,000 જેટલું નુકસાન કર્યાની તેમજ ફળિયામાં રહેલા યુનિકોર્ન મોટરસાયકલમાં પણ તોડફોડ કરીને રૂપિયા 7,000 નું નુકસાન પહોંચાડ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ રીતે બઘડાટી બોલાવીને આરોપીઓએ ફરિયાદી તેમજ તેમના ઘરના સદસ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી, બિભત્સ ગાળો કાઢી હતી. આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે હુસેનભાઈ મામદભાઈની ફરિયાદ પરથી આરોપીઓ સામે બી.એન.એસ., જી.પી.એસ. તેમજ રાયોટિંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા નજીક કારની ઠોકરે યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા શક્તિસિંહ રણજીતસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાનને હંસ્થલ ગામ નજીક પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 જે. 1997 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે અડફેટે લઈ, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે ખંભાળિયા પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech