BREAKING NEWS

અમેરિકામાં વિઝાના કડક નિયમોને કારણે ભારતીયોનાં પલાયનમાં વધારો

  • October 13, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં સ્થળાંતર કરનારાઓ (ઈમિગ્રન્ટ્સ) પર વધતી જતી કડકાઈ, નવા જટિલ વિઝા નિયમો અને ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકી જવાના કારણે ભારતીય પ્રોફેશનલ્સ પર તેની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. નોકરી અને વિઝાની અનિશ્ચિતતાના કારણે અમેરિકામાં વસતા ઘણા ભારતીય પેશેવરો પોતાના સ્વપ્ન જેવા ઘરો અને મિલકતો વેચવા મજબૂર બન્યા છે. રિયલ એસ્ટેટના ભાવમાં ઘટાડો થવાને કારણે તેમને પોતાના ઘરની યોગ્ય કિંમત પણ મળી રહી નથી. બેંગલૂરુની કન્સલ્ટિંગ ફર્મ 'એક્સફેનો'ના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૪માં ૯,૮૦૦ અને ૨૦૨૫માં ૧૫,૧૦૦ ભારતીયો સ્વદેશ પરત ફર્યા હતા, જ્યારે ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં જ વધુ ૭,૩૦૦ લોકો ભારત પાછા ફરી ચૂક્યા છે.રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ ૨૦૨૬માં અમેરિકામાં ૪૦ હજારથી વધુ ઘરોના 'ફોરક્લોઝર' (મિલકત જપ્તી અથવા કુરકી) નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૨.૮૩ ટકા વધુ છે. દેશ છોડવાની ઉતાવળમાં ઘણા ભારતીયોએ કાર અને ફર્નિચર જેવી કિંમતી વસ્તુઓ તદ્દન પાણીના મુલે વેચવી પડી રહી છે, જ્યારે કેટલાક લોકોને તો આ સામાન ત્યાં જ છોડીને ભારત પરત ફરવાની ફરજ પડી છે. એકલા ટેક્સાસ રાજ્યમાં જ જપ્તીના ૪,૯૬૧ કિસ્સાઓ સામે આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં ૪૩ ટકા વધુ છે.બીજી તરફ, ગ્રીન કાર્ડની લાંબી પ્રક્રિયા પણ ભારતીયો માટે મોટી મુશ્કેલી બની છે. 'નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી'ના અહેવાલ મુજબ, હાલમાં અંદાજે ૧૦ લાખ જેટલા ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છે. આ આંકડો અમેરિકાના કુલ ગ્રીન કાર્ડ બેકલોગના લગભગ ૭૯ ટકા જેટલો વિશાળ હિસ્સો ધરાવે છે.હાલમાં અમેરિકામાં રહેતા કુલ એચ-૧બી (H-1B) વિઝા ધારકોમાં ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. વર્તમાન સમયમાં આશરે ૪.૨ લાખ ભારતીયો પાસે H-1B વિઝા છે. સમગ્ર વિશ્વમાંથી આ શ્રેણીના વિઝા મેળવનારા કુલ વિદેશી નાગરિકોમાં ભારતીયોની ભાગીદારી એકલી ૭૨ ટકા જેટલી છે, જેના કારણે નિયમોમાં ફેરફાર થતાં જ સૌથી વધુ અસર ભારતીય સમુદાય પર પડી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application