વધતી લોકપ્રિયતાએ શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે સંબંધોનો મૃત્યુ ઘંટ વગાડ્યો
વધતી લોકપ્રિયતાએ શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે સંબંધોનો મૃત્યુ ઘંટ વગાડ્યો
June 18, 2026 03:07 PM
હિન્દી સિનેમા જગત (બોલિવૂડ) માંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એકબીજાને પસદં કરતા અને ચર્ચામાં રહેલા કલાકારો શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચેના સંબંધોનો અતં આવી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સિનેમા જગતની અંદરની વ્યકિતઓ અને નજીકના સૂત્રો દ્રારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શર્વરીની દિનપ્રતિદિન વધતી જતી લોકપ્રિયતા અને સફળતાના કારણે બંનેના સંબંધોમાં અંતર આવી ગયું છે અને આખરે તેઓ અલગ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શર્વરી વાઘે તાજેતરના સમયમાં કેટલીક સફળ ફિલ્મો આપીને સિનેમા જગતમાં પોતાનું એક મોટું અને મજબૂત સ્થાન બનાવી લીધું છે. યશરાજ ફિલ્મ્સ જેવા મોટા પ્રોડકશન હાઉસ સાથે જોડાવાને કારણે તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે. બીજી તરફ, અભિનેતા વિકી કૌશલના ભાઈ સની કૌશલને હજુ સુધી તે સ્તરની વ્યાવસાયિક સફળતા મળી નથી. ચર્ચાઓ મુજબ, બંનેની વ્યાવસાયિક જિંદગીમાં આવેલા આ મોટા તફાવતની સીધી અસર તેમના અંગત સંબંધો પર પડી છે. આ પરિસિથતિને પ્રખયાત જૂની ફિલ્મ 'અભિમાન' જેવી ગણાવવામાં આવી રહી છે, યાં જીવનસાથીની વધુ પડતી સફળતા સંબંધોમાં કડવાશ લાવી દે છે. જો કે બંને કલાકારો તરફથી આ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના વ્યવહારથી આ વાત સ્પષ્ટ્ર થઈ રહી છે. તાજેતરમાં જ શર્વરીના જન્મદિવસ પર સની કૌશલ કે તેના પરિવારના સભ્યો (વિકી કૌશલ અથવા કેટરીના કૈફ) તરફથી સોશિયલ મીડિયા પર કોઈ શુભેચ્છા આપવામાં આવી નહોતી, યારે ગયા વર્ષ સુધી તેઓ અચૂક શુભેચ્છા પાઠવતા હતા.