BREAKING NEWS

રાજકોટ ભાવનગર હાઈવે પર દસ ફુટ મોટા ખાડામાં વરસાદી પાણી ભરાયા

  • September 18, 2026 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો હોય વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા છે જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં છે કોઈનનો ભોગ લેવાશે પછી રીપેરીંગ કરવામાં આવશે. આ રોડ પર ઘણા અધિકારીઓ નીકળતા હોય છે છતાં કોઈને આ રોડ દેખાતો નથી લાગતો ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ રોડને રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application