દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગોને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગોને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં
November 15, 2025 11:40 AM
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવાગામ - ભાણવડ, નવાગામ-મોરઝર, કૃષ્ણગઢથી સ્ટેટ હાઈવે જોડતા માર્ગ અને ધારાગર એપ્રોચ રોડને સમથળ કરાયા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી તેને સુદ્રઢ કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા નવાગામ ભાણવડ રોડ, નવાગામ મોરઝર રોડ, કૃષ્ણગઢથી સ્ટેટ હાઈવે જોડતા માર્ગ અને ધારાગર એપ્રોચ રોડ પર માર્ગોને સમથળ બનાવી માર્ગોને સુલભ બનાવવામાં આવ્યા છે.