BREAKING NEWS

રાજકોટમાં ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે રૂ.૧૭૦ કરોડના ખર્ચે રસ્તા કામ થશે

  • October 08, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે રૂ.૧૭૦ કરોડના ખર્ચે નવા અને જૂના રસ્તાના કામો શરૂ થશે. એક સાથે અનેક રસ્તાના કામો શરૂ થનાર હોય આ માટે પ્રતિ માસ દીઠ રૂ.૪૦ હજારના ફિક્સ પગારથી ૩૫ ઇજનેરોની ભરતી થશે તેમ જાણવા મળે છે. ટૂંક સમયમાં આ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મંજૂરી અર્થે દરખાસ્ત રજૂ થનાર હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આગામી છ મહિનામાં રાજકોટનો કોઈ રસ્તો એવો નહીં જોવા મળે કે જ્યાં આગળ પેવર વર્ક બાકી રહ્યું હોય તેવું બનશે. મહાપાલિકાનું મુળભૂત બજેટ ઉપરાંત રાજ્ય સરકાર મારફતે સ્વર્ણિમ હેઠળ મળતી ગ્રાન્ટ, કેન્દ્ર સરકારની અમૃત મિશન હેઠળ મળતી ગ્રાન્ટ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટ તેમજ નગરસેવકો, ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટમાંથી એક સાથે સામૂહિક રીતે રસ્તકામો શરૂ થશે જે અભૂતપૂર્વ થશે.

ફ્ક્ત નવા પેવર રોડ અને જૂના પેવર રોડ ઉપર રિકાર્પેટના કામો જ નહીં પરંતુ ટીપી સ્કીમોના રોડના કબ્જા લઇ તેના ઉપર ડામરકામ કરી નવું રોડ નેટવર્ક ડેવલપ કરવા, રોડ મેટલિંગ સહિતના અનેક કામો સમાવિષ્ટ છે.

એકંદરે રાજકોટવાસીઓને ખાડા વિહોણા ડામર રસ્તા જ નહીં પરંતુ તદન નવા ખુલેલા રસ્તાઓ સાથેનું મુખ્ય માર્ગોને સમાંતર એવું રોડ નેટવર્ક પણ મળશે, જેનાથી મુખ્ય માર્ગોની ટ્રાફિક સમસ્યા ઘટશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application