BREAKING NEWS

ગુજરાતના બજેટમાં ઉદ્યોગોને જેટ ગતિ આપવા રોડમેપ તૈયાર કરાયો

  • February 18, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાતના ઉદ્યોગોને નવી ગતિ આપવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત 0ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જાણીતું છે. આ માટે અમદાવાદના આઇ-હબનું હવે ચાર મોટા શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં રીજનલ સેન્ટર ખુલશે.

રાજ્યની 25 જીઆઇડીસીને રૂ.12500 કરોડના ખર્ચે 'સ્માર્ટ' બનાવાશે, 120 મિની જીઆઈડીસીનું પણ નવીનીકરણ થશે. નિકાસકારોને પ્રોત્સાહન અને આર્થિક સપોર્ટ આપવા 'ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના થશે. દાહોદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે. ટેક્સટાઇલ પોલિસી માટે રૂ.2755 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં લાખો નવી રોજગારીની અપેક્ષા છે.

ઉદ્યોગ અને ખાણ માટે રૂ.9873 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે રૂ.2755 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ એમએસએમઇ માટે રૂ.1775 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે રૂ.182 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત રૂ.55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત રૂ.55 કરોડ ફાળવવામાં આવ્યા છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં સીઇટીપી માટે રૂ.50 કરોડ, અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે રૂ.50 કરોડ, ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત રૂ.30 કરોડ, ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સ્થાપના કરવાનું આયોજન છે.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે રૂ.979 કરોડ, વાજપાઈ બેંકેબલ યોજના" હેઠળ સબસિડી સહાય માટે રૂ.494 કરોડ, ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા 57 કરોડ, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application