જૂનાગઢના ખલીલપુર બાયપાસ રોડ પર એક યુવાન તેની મહિલા મિત્ર સાથે અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ત્રણ બાઈક પર ત્રણ શખ્સ આવ્યા હતા અને તેઓએ પોલીસની ઓળખ આપી અહીં શું કરે છે તેમ કહી રૂ.20 હજાર માગ્યા હતા અને થપ્પડ મારી છરી બતાવી 800 કઢાવી લીધા હતા. પોલીસની ગાડી આવતી જોઈ ત્રણ શખ્સ બાઈક એક બાઈક મૂકીને બે બાઈક પર નાસી ગયા હતા.
નવરાત્રી પર્વ અંતર્ગત બાયપાસ પર લોકોની અવરજવર વધુ રહે છ્ે. પોલીસ દ્વારા પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે પરંતુ રાત્રે ફરવા જતા યુવકો લુખાઓનો ભોગ બને છે. ખામ ધ્રોળ રોડ પર ખ્વાજા નગરમાં રહેતા અને ભેસાણ તાલુકાના ગામડામાં દવાની દુકાન ધરાવતા રાહુલ વિનોદભાઈ કાંજાણી તેના મિત્રોએ ઝાંઝરડા રોડ પર ગરબી રમવા નક્કી કર્યું હતું. તેના અનુસંધાને રાહુલ તેમની મહિલા મિત્ર જોષીપરા થી ખલીલપુર બાયપાસ રોડ નજીક સીસી રોડ પર અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રણ બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા . તેમાંથી બે યુવકોએ અમે પોલીસવાળા છીએ અહીં શું કરો છો એમ પૂછ્યું હતું. રાહુલે પોતાના મિત્રોની રાહ જોઈ રહ્યા હોવાનું કહેતા બંને સખશો ધમકાવવા લાગ્યા હતા. તમને જીપમાં લઈ જઈશું. એમ કહેતા રાહુલે સારું તો લઈ જાઓ તેમ જણાવતા ત્રણેય શખસો ઉશ્કેરાઈ ગયા હતા. અને કોલર પકડી ઢીકા પાટુ અને થપ્પડથી માર માર્યો હતો. જેમાંથી એક યુવકે રૂ.20 હજાર માગ્યા હતા. રાહુલે પૈસા ન હોવાનું કહેતા એક યુવકે છરી બતાવી પૈસા તો આપવા જ પડશે નહીં તો છરી મારી પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં 800 રૂપિયા બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા.આ દરમિયાન રાહુલના મિત્રએ પોલીસને ફોન કરતા થોડીક વારમાં પોલીસની ગાડી આવી ગઈ હતી અને ત્યા પોલીસની ગાડી આવતી જોઈ ત્રણ શખ્સ એક બાઈક મૂકી બે બાઈક પર નાખી ગયા હતા.
આ અંગે રાહુલ કાંજાણીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ ઈસમો સામે ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ લુખ્ખાઓને કોઈપણ જાતનો પોલીસનો ડર ન હોય તેમ પોલીસની ઓળખ આપીને જ ધમકાવી લૂંટ કયર્િ ના બનાવ માં નાસી ગયેલ ઈસમોને ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech