BREAKING NEWS

જામનગર : કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લુંટારૂ ગેંગ ઝડપાઇ

  • October 10, 2025 11:59 AM 


જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ કાલાવડ પંથકમાંથી એક ધાડપાડુ લુંટારૂ ટોળકીને દબોચી લીધી છે, તેની પાસેથી કેબલ, વાહનો, હથિયરો, મોબાઇલ મળી ૪.૨૨ લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ ટોળકી કાલાવડના અરલા તરફની ગોળાઇ પાસે પહોચી હતી અને કોઇ ગુનાને અંજામ આપે એ પુર્વે બાતમીના આધારે એલસીબી ત્રાટકી હતી અને દબોચી લીધી હતી, પકડાયેલા પાંચેય શખ્સો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે જે પૈકી એક આરોપી સામે ૩૯ ગુના નોંધાયેલા છે.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારએ ઘરફોડ ચોરી તથા પવનચકકીના કેબલ વાયર ચોરીઓના  ગુનો શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ  લૂંટ/ચોરીનો  ગૂનો શોધી કાઢવા  તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા.


દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના કાસમભાઇ બ્લોચ, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર,રૂષિરાજસિંહ વાળા નાઓને સંયુકત રીતે વિશ્વાસુ બાતમીદારોથી હકિકત મળેલ કે, કાલાવડ તાલુકાના  મછલીવાડ ગામ થી અરલાગામ તરફ જવાના રોડ ઉપર લૂંટારૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી,રોડ ઉપર પસાર થનાર માણસોને લૂંટી લેવા માટે તૈયારી કરવા એકઠા થયેલ છે.તેવી બાતમી આધારે પાંચ ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા ચોરીના મુદામાલ સાથે પકડી પાડી પો.હેડ કોન્સ.યુવરાજસિંહ ઝાલા નાઓની ફરીયાદ આપેલ હતી.


પકડાયેલ આરોપીઓમાં નવાઝ જુમાભાઇ દેથા સંધી ઉવ.૩૧ ધંધો મજુરી રહે. પીરલાખાસર તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા, અજય કારૂભાઇ સોલંકી દેવીપુજક ઉવ.૨૯ ધંધોમજુરી રહે. ધંટેશ્વર પાસે, રાજકોટ મુળ-અમરેલી, અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ ઉવ.૨૮ ધંધો રી.ડ્રા રહે.એકતા સોસાયટી, પરાપીપળીયા રાજકોટ, મિતભાઇ ઉફે ગાંડો દિલીપભાઇ વાધેલા ઉવ.૩૦ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રૈયાધાર, રાણીમા રૂડીમા ચોક, રાજકોટ મુળ- ભાણવડ જી.દેવભુમી દ્રારકા  તથા વસીમભાઇ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણી ઉં.વ.૨૫ ધંધો-મટન વેચાણ રહે. પરાપીપળીયા,રાજકોટ મુળ-સાવરકુંડલા જી.અમરેલીનો સમાવેશ થાય છે.  

કબ્જે કરેલ મુદામાલમાં કોપર કેબલ વાયર- ૨૨૦ મીટર કિ.૧,૩૬,૮૦૦, ઇકો ગાડી-૧ કિ.રૂ ૧,૫૦,૦૦૦, એફઝેડમો.સા/એકટીવા/સ્પલેન્ડર મો.સા-૦૩ કિ.રૂ ૧,૧૫,૦૦૦, મોબાઇલ ૪ કિ.રૂ ૨૦૦૦૦, ગ્રાઇન્ડર મશીન-૧, ધાતક હથિયાર, કોયતો,છરી, ધારીયુ,ધોકો,પાઇપ મળી ટોટલ રીકવર મુદામાલ ૪,૨૨,૯૮૦નો સમાવેશ થાય છે. તપાસ દરમ્યાન શોધી કાઢેલ ગુનાઓમાં કાલાવડ ગ્રામ્યના ૨, સિકકા અને વધુ એક કાલાવડ ગ્રામ્યનો ગુનો ડીટેકટ કરેલ છેે.



​​​​​​​
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ

મુખ્ય આરોપી નવાઝ દેથા સંધી અગાઉ જામનગર,દેવભૂમી દ્રારકા જીલ્લામા પવનચકકીના કેબલ વાયર ચોરીના ગુનામા પકડાયેલ હોય,જેથી પવનચકકીના અર્થિગ કેબલ વાયર કઇ રીતે કાપી શકાય,તેનાથી સંપૂર્ણ વાકેફ હોય,આરોપી નવાઝ દેથા  સંધી અગાઉ રાજકોટ પરાપીપળીયા ગામે રહેતો ત્યારે તેની રાજકોટ ધંટેશ્વર નજીક ચા ની હોટલ પાસે ઉઠક બેઠક હોય,આ કામના અન્ય આરોપીઓ ચા ની હોટલે આવતા એકાબીજા અવાર નવાર મળતા હોય તે કારણે ઓળખાણ થયેલ હતી,ત્યારે નવાઝ દેથા સંધીએ આરોપીઓને કહેલ કે,કાલાવડ તાલુકામા આવેલ પવનચકકીના અર્થિગના કેબલ વાયર ચોરીમા વધુ પૈસા મળે છે.આ ચોરીમા સાથે રહેશો તો ભાગ મળશે તેમ કહેતા તમામ આરોપીઓ ચોરી કરવા જવામા સહમત થયેલ હતા,આ પાચેય ઇસમો તેમના હસ્તકની ઇકો ગાડી,એફઝેડ,એકટીવા,તથા સ્પલેન્ડર મો.સા લઇ મોડી રાત્રીના કાલાવડ તાલુકામા આવેલ પવનચકકીએ જઇ ત્યા નવાઝ દેથા સંધી પવનચકકી ના થાંભલા  ઉપર દોરડા વાટે ચડી,આ આર્થિંગના કોપરના કેબલ વાયર ગ્રાઇન્ડર મશીન થી કાપી, નીચે ફેકતા અન્ય આરોપીઓ આ વાયર ભેગો કરી,તેઓના હસ્તકના વાહનમા ભરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ  આ કેબલમાથી કોપર વાયર અલગ કરી ત્યા છુપાવી એકઠો કરતા હતા.



ટોળકી વિરૂઘ્ધ સંખ્યાબંધ ગુનાઓ અલગ અલગ જીલ્લામાં નોંધાયેલા

પકડાયેલા આરોપી નવાઝ જુમા સામે લાલપુરમાં ૧૨, સીટી-એ, ખંભાળીયામાં ૧૯, મેઘપર, દ્વારકા, જામજોધપુર, મળી કુલ ૩૯ ગુનામાં સંડોવાયેલ છે. તથા અલ્તાફ બેલીમ વિરુઘ્ધ ગાંધીગ્રામમાં ૭, વસીમ વિરુઘ્ધ ગાંધીગ્રામમાં ૩, મિત વિરુઘ્ધ ગ્રાંધીગ્રામમાં ૨, અજય વિરુઘ્ધ ગાંધીગ્રામાં ૧ ગુનો નોંધાયો છે. આમ ટોળકીના સાગરીતોએ અગાઉ રાજકોટ તથા જામનગર, દેવભૂમી દ્રારકા જીલ્લામા ખૂન, ખૂનની કોશીષ, લુંટ,ધરફોડ ચોરી, વાહન ચોરી, કેબલ ચોરી, મારા મારી, દારૂ, જુગારના ગુનાઓ નોંધાયેલ છે.​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application