BREAKING NEWS

રોલેક્સ રિંગ્સ, જ્યોતિ સીએનસી અને વાધવાણી રાજકોટ વાઈબ્રન્ટમાં જોડાશે

  • January 10, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કુલ સાત કંપનીઓ ભાગ લેશે જેમાં રાજકોટની રોલેક્સ રિંગ્સ, જ્યોતિ સીએનસી અને વાધવાણી ફાઉન્ડેશન ભાગ લેનાર હોવાનું જાણવા મળે છે.

પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની વિવિધ કંપનીઓને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે આમંત્રિત કરી છે તેઓ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જોડાઈને પ્રતિષ્ઠિત ખરીદદારો તેમજ માર્કેટના સ્ત્રોતો સાથેનું તેનું જોડાણ વધુ મજબૂત બનાવશે તેમજ સ્થાનિક એમ.એસ.એમ.ઇ.ને નવી તકો અપાશે.

વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આઈ.ઓ.સી., ઓએનજીસી, વેસ્ટર્ન રેલવેઝ, પીજીવીસીએલ, રોલેક્સ રિંગ્સ, જ્યોતિ સીએનસી ઓટોમેશન અને વાધવાણી ફાઉન્ડેશન (એઆઈ) સહિતની કંપનીઓ ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News