જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ત્યારે રોટેશન મુજબ કેટલીક બેઠકોમાં ફેરફાર થયા હોય છથી વધુ દિગ્ગજો ગયા વખતે એમની બેઠક ઉપરથી ચૂંટાયા છે તેઓ ચુંટણી લડી શકશે નહીં, ૮ સામાન્ય સ્ત્રી, ૭ બિન અનામત સામાન્ય, ૫ સા.શૈ.પછાત વર્ગ, ૨ અનુ.જાતિની બેઠક થઇ, પ્રમુખ મયીબેન ગરચર, પૂર્વ પ્રમુખ ધરમશી ચનીયારા, લગધીરસિંહ, ભરતભાઇ બોરસદીયા અને જે.પી.મારવીયા જેવા અગ્રણીઓ તેમની બેઠક ઉપર ચૂંટણી નહીં લડી શકે આમ જામનગર જિલ્લા પંચાયતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આમરામાં બિન અનામત સામાન્ય, અલીયા સામાન્ય સ્ત્રી, બેડ અનુ.જાતિ, ભણગોર બિન અનામત સામાન્ય, ચેલા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી, ધુંવાવ સા.શૈ.પછાત વર્ગ ધુતાપર, સા.શૈ.પછાત વર્ગ ગીંગણી, જોડીયા અને ખંઢેરા સા.શૈ.પછાત વર્ગ, ખરેડી બિન અનામત સામાન્ય, ખારવા, ખીમરાણા અને લાલપુર સામાન્ય સ્ત્રી, લતીપુર બિન અનામત સમાન્ય, મોરકંડા અનુ.જાતિ સ્ત્રી, મોટી ગોપ અનામત સામાન્ય, નવાગામ અનુ. આદિ.જાતિ, નિકાવા, પીપરટોડા, સતાપર સામાન્ય સ્ત્રી, શેઠવડાળા અને સિંગચ બિન અનામત સામાન્યનો સમાવેશ થાય છે.
કેટલાક દિગ્ગજોને ચૂંટણી લડવાના અભરખા તો છે, પરંતુ નવા રોટેશન મુજબ તેમની બેઠકોમાં ફેરફાર થયો છે જેમાં હાલના પ્રમુખ મયીબેન ગરચર-ગીંગણી, પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા-જોડીયા વિસ્તાર, લગધીરસિંહ જાડેજા-ખારવા, ભરતભાઇ બોરસદીયા-ધુતારપર, જે.પી.મારવીયા-નિકાવા, કમલેશભાઇ ધમસાણીયા-અલીયા બેઠકનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિપક્ષી નેતા જે.પી.મારવીયાની બેઠક હવે સ્ત્રી અનામત થઇ ગઇ છે, લગધીરસિંહવાળી ખારવાની બેઠક પણ સ્ત્રી અનામત થઇ છે, ધુતારપરની ભરતભાઇની બેઠક અનુ.જાતિ સ્ત્રી, ગીંગણીની મયીબેનની બેઠકમાં પણ ફેરફાર થયો છે અને આ બેઠક હવે એસ.ટી. થઇ છે. ફલ્લાની બેઠક સામાન્ય સ્ત્રીની થઇ છે જયારે લતીપરની બેઠક ઉપર હવે પ્રવિણાબેનના પતિ ચૂંટણી લડી શકશે તેમ મનાય છે.
જિલ્લા પંચાયતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ડખ્ખાપંચક ચાલે છે, પ્રમુખના જુથની સામે અન્ય જુથ પણ સક્રિય થઇ ગયું છે જેને કારણે પંચાયતના રાજકારણમાં ભારે ખળભળાટ આવ્યો છે અને નવું રોટેશન જાહેર થતાં જ રાજકારણમાં સળવળાટ શરૂ થયો છે અને આગામી દિવસોમાં કેટલાક નવા સમીકરણો રચાશે.
જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી અધુરામાં કામ ન થતાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે, હાલની બોડી જાણે કે સુસુપ્ત અવસ્થામાં હોય તે રીતનું રાજકારણ ચાલી રહ્યું છે, કેટલાક વિભાગોમાં મહીના સુધી કામ થતાં નથી તેવી ફરિયાદો મળી છે, ત્યારે હવે બેઠકોમાં ફેરફાર થતાં છ થી વધુ મોટા માથા ગણાતા રાજકીય અગ્રણીઓને પોતાની નવી બેઠક શોધવી પડશે જેમાં હાલના પ્રમુખ અને પૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે.
પંચાયતમાં જાણે કે અધિકારી રાજ હોય તેવી વાતો પણ બહાર આવી છે જે અધિકારી સક્ષમ નથી તેમને અલગ-અલગ ચાર્જ સોંપી દેવામાં આવ્યા હતાં અને આ ચાર્જ પાછા લઇ લેવામાં આવ્યા છે. કેટલીક બેઠકો સામાન્ય સ્ત્રી અનામત અને કેટલીક બેઠકો અનુ.જાતિમાં પરીવર્તીત થતાં હવે રાજકારણનો ખરો રંગ જામશે. કાલાવડના નવાગામની બેઠક પણ આદિ.જાતિ થઇ ગઇ છે જેથી ત્યાં પણ ઉમેદવાર બદલાશે. કુલ ૨૪ બેઠકોમાંથી ૧૫ બેઠક સામાન્ય કેટેગરીની બિન અનામત જાહેર કરાઇ છે, આ ૧૫ બેઠકમાંથી ૮ બેઠક મહીલાઓને અને ૭ બેઠક પુરૂષોને ફાળવવામાં આવી છે. ૨૪ પૈકી ૫૦ ટકાના ધોરણે ૧૨ બેઠકો મહીલાઓને ફાળવાશે. સમગ્ર વ્યવસ્થા ૨૦૧૧માં કરેલી વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી છે. નિયમ અનુસાર વસ્તી ગણતરી કરવાની થતી હતી પરંતુ તે કરવામાં આવી નથી જેથી ૧૪ વર્ષની અગાઉની સ્થિતિમાં આ ચૂંટણી થશે.
જામનગર તાલુકા પંચાયતના રોટેશન મુજબ ફેરફાર
બેઠકનું નામ ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર
આમરા સામાન્ય સ્ત્રી
અલીયા બિન અનામત સ્ત્રી
બેડ સામાન્ય સ્ત્રી
બેરાજા બિનઅનામત સામાન્ય
ચેલા સામાન્ય સ્ત્રી
દડીયા સામાન્ય સ્ત્રી
દરેડ સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
ઢીંચડા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
ધુતારપર અનુ.જાતિ સ્ત્રી
દિગ્વિજય ગ્રામ સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
ફલ્લા સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
હર્ષદપુર સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
જામવંથલી સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
જીવાપર સામાન્ય સ્ત્રી
ખીમરાણા બિન અનામત સામાન્ય
લાખાબાવળ સામાન્ય સ્ત્રી
મોરકંડા અનુ.જાતિ સ્ત્રી
મોટી બાણુગાર બિન અનામત સામાન્ય
મોટી ભલસાણ સામાન્ય સ્ત્રી
મોટી ખાવડી બિન અનામત સામાન્ય
નાઘેડી અનુ.જાતિ
નવા નાગના બિન અનામત સામાન્ય
સચાણા બિન અનામત સામાન્ય
ઠેબા સામાન્ય સ્ત્રી
વિરપર અનુ.આદિ.જાતિ