BREAKING NEWS

જામનગરના પંચવટી વિસ્તારમાં ફરી આંટા મારતું જોવા મળ્યું રોઝડું

  • November 19, 2025 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા એક પીઝા પાર્લર નજીક ગઈકાલે મોડી રાત્રે ત્રણેક વાગ્યે જંગલી પ્રાણી રોઝડું લટાર મારતું દેખાયું હતું. જેથી મોડી રાત્રે પસાર થનારા કેટલાક વાહનચાલકોમાં કુતુહલ પ્રસર્યું હતું, ઉપરાંત તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં જંગલી પ્રાણી નો વિડીયો પણ બનાવી લીધો હતો.


 શહેરી વિસ્તારમાંથી પસાર થતા રોઝડા ઉપર ધ્યાન પડવાથી અનેક શ્વાનો પણ એકત્ર થઈ ગયા હતા, અને તેઓ એકઠા થઈને રોઝડાને જોરથી ભસવા લાગ્યા હતા, જેના કારણે કેટલાક આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો પણ સફાળા જાગી ગયા હતા, અને શહેરી વિસ્તારમાં રોઝડુ જોઈને આશ્ચર્યચકિત બન્યા હતા.
​​​​​​​

કડકતી ઠંડીમાં આવા પોષ વિસ્તારમાં પરોઝડુંથ દેખાતા વન્ય વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગ ની ટીમે રોઝડાને પકડી લઈ કુદરતના ખોળે મુકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application