BREAKING NEWS

કોટડા સાંગાણીમાં વૃધ્ધના બંધ મકાનમાંથી ઘરેણા–રોકડ સહિત રૂા.૩.૮૫ લાખની ચોરી

  • June 04, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ કોટડા સાંગાણીમાં ગોંડલ રોડ પર જૂની કોર્ટ પાસે રહેતા વૃદ્ધના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી . ૩.૮૫ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. વૃદ્ધ અને તેમના પત્ની રાજકોટ દીકરીના ઘરે ગયા હતા દરમિયાન તેમના બધં મકાનમાંથી તસ્કરો સોના–ચાંદીના ઘરેણા અને રોકડ ઉસેડી ગયા હતા. જે અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણીમાં જૂની કોર્ટ બાજુમાં ગોંડલ રોડ સરકારી કવોટરમાં રહેતા ઉપેન્દ્રભાઈ જયંતીલાલ ઠાકર (ઉ.વ.૬૩) દ્રારા ચોરીના આ બનાવ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નિવૃત જીવન પસાર કરે છે અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે.ગઈ તા. ૨૩૫ ના બપોરના સમય તે તથા તેમના પત્ની રાજકોટ દીકરીઓને કરિયાણું આપવા તથા રોકાવા માટે ગયા હતા. બાદમાં તા. ૨૬૨૦૨૬ ના તેઓ ઘરે પરત ફરતા અહીં આવી જોતા ઘરના દરવાજાના બંને તાળા તૂટેલા હતા અને દરવાજાનો નકુચો પણ તૂટેલો હતો જેથી અંદર જઈ તપાસ કરતા સામાન વેરવિખેર પડો હતો અને કબાટમાં લોક માર્યેા હોય તે કબાટ પણ ખુલ્લો હતો અને તેમાં સામાન વેરવિખેર હતો કબાટમાં સુટકેશમાં ઘરેણા મૂકયા હોય તે સુટકેશ પણ નીચે ખુલ્લી પડી હતી.ત્યારબાદ તપાસ કરતા ઘરમાંથી સોનાનો સેટ કિં.. ૧.૦૬ લાખ સોનાનો ચેન કિંમત પિયા ૩૩ હજાર, સોનાના બીજા બે ચેન, ઓમકાર તથા સોનાની ત્રણ વીટી, ચાર બુઠી અને સાત થી આઠ નાકના સોનાના દાણા, કડી ઉપરાંત ચાંદીના સાકડા, ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, નાના બાળકોને પહેરવાની ઝાંઝરી તેમજ રોકડ રકમ પિયા ૪૫,૦૦૦ સહિત કુલ પિયા ૩,૮૫,૧૮૩ ની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News