18 જાન્યુઆરી 2026 ના દિવસે 21 મી વખત મુંબઈ શહેર માં ટાટા દ્વારા આયોજીત વિશ્વવિખ્યાત વાર્ષિક વિશ્વ એથ્લેટિક્સ સુવર્ણ શ્રેણીની મેરેથોન દૌડમાં કુલ 69,100 લોકો ભાગ લઈ રહ્યા છે, જેમાં મુંબઈમાં 65,400 થી વધુ લોકો શારીરિક રીતે ભાગ લઈ રહ્યા છે અને વિશ્વભરના વિવિધ શહેરોમાંથી 3,700થી વધુ લોકો વર્ચ્યુઅલી ભાગ લઈ રહ્યા છે. ફુલ મેરેથોન માટે 14,059 લોકોએ નોંધણી કરાવી છે તે એક રેકોર્ડ છે. લોકો આ મેરેથોન માટે આખા વર્ષ દરમિયાન નિયમિતપણે તાલીમ લે છે. ,
જામનગરમાંથી પણ નીચે મુજબના રનર્સ દ્વારા ટાટા દ્વારા આયોજિત મેરેથોનમાં સફળતાપૂર્વક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે.
ફુલ મેરેથોન (42 km) પૂર્ણ કરનાર રનર્સ:
* ડો. ઉલ્હાસ સાઠે
* ડો. આરતી સાઠે
* ડો. આર. એસ. વિરાણી
* ડો. તપન મણિયાર
* ડો. જયદીપ માંકોડી
* ડો. શેખર સાઠે
* રાહુલ ગણાત્રા
* અંકુર ખન્ના
* યુવરાજસિંહ ઝાલા
* સંદીપ પતિરા
* રોહિત ભાનુશાળી
* નીરજ મહેતા
* વિમલેશ ટી.
* સાગર શાહ
* સંજય સિંહ
* વિકાસ સારસ્વત
* નીતિન ભોરસકર
* સંદીપ પીપળીયા
આ તમામ રનર્સે 42 કિમીનું અંતર દોડીને મુંબઈ મુકામે ટાટા દ્વારા આયોજિત 'ફુલ મેરેથોન' પૂર્ણ કરી છે.
આપની સહનશક્તિ અને સમર્પણ ખરેખર પ્રેરણાદાયક છે!

તેમની સાથે જ નીચે મુજબનાં તમામ રનર્સે 21 કિમી દોડીને 'હાફ મેરેથોન' પૂર્ણ કરી છે.
* મનસુખલાલ નકરાણી
* પંકજ સાપોવાડીયા
* ડો. ચેતન ડાભી
* ડો. પ્રશાંત તન્ના
* ડો. કુશલ કપાસી
* મિતેશ પાલા
* દિલીપ તલાવડીયા
* કિશોર ભંભાણી
* નિર્મળસિંહ જાડેજા
* હરીશ લઢ્ઢા
* મમતા જોશી
* માસ્ટર શ્લોક મમતોરા
અદમ્ય ઉત્સાહ સાથે હાફ મેરેથોન (21 km) પૂર્ણ કરનાર રનર્સ ને લક્ષ્ય પૂર્ણ કરવા બદલ ગૌરવાન્વિત અભિનંદન.
