અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર પડદા પાછળની હલચલ તેજ થતી જોવા મળી રહી છે. અમેરિકાની ગુચર એજન્સી સીઆઈએના ડિરેકટર હોન રેટકિલફ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમેરિકન મીડિયાએ અજાણ્યા સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. રેટકિલફ રશિયામાં કયા અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેમની વાતચીતનો ચોક્કસ એજન્ડા શું છે તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સીઆઈએએ પણ રેટકિલફની રશિયા મુલાકાત અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા છે. બીજી તરફ, ક્રેમલિન તરફથી પણ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ મુલાકાતને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે નવેમ્બર ૨૦૨૧માં સીઆઈએના તત્કાલીન ડિરેકટર વિલિયમ બન્ર્સે રશિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પહેલીવાર કોઈ અમેરિકન ગુચર વડા મોસ્કો પહોંચ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બન્ર્સની પુતિન સાથેની મુલાકાતના લગભગ ત્રણ મહિના બાદ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કયુ હતું. રેટકિલફની મુલાકાતમાં સૌથી વધુ ચર્ચા તેની ગુતા અંગે થઈ રહી છે. અહેવાલ મુજબ, અમેરિકાએ ગયા અઠવાડિયે યુક્રેનને જણાવ્યું હતું કે સોમવારથી બુધવાર સુધી મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ અને રશિયાના કેટલાક ઉત્તરી વિસ્તારોની આસપાસ હવાઈ હત્પમલા ન કરવામાં આવે. તેનું કારણ એક વરિ અમેરિકન અધિકારીને લઈને વિમાન રશિયાની રાજધાની તરફ જવાનું હોવાનું જણાવાયું હતું. આ માહિતીથી વાકેફ એક સૂત્રે અમેરિકાના આ સંદેશની પુષ્ટ્રિ કરી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સે આ અંગે સૌથી પહેલાં અહેવાલ આપ્યો હતો. રેટકિલફની મોસ્કો મુલાકાતનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા હાલમાં ઈરાન પર આર્થિક દબાણ વધારી રહ્યું છે, યારે રશિયા અને ઈરાન વચ્ચે ગાઢ વ્યૂહાત્મક સંબંધો છે. યુક્રેન યુદ્ધ દરમિયાન ઈરાને રશિયાને ડ્રોન પૂરા પાડા હોવાના અહેવાલો છે. બીજી તરફ, રશિયાએ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ઉકેલ માટે મદદ કરવાની ઓફર પણ કરી છે. આ સ્થિતિમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે રેટકિલફની મોસ્કો મુલાકાત માત્ર ગુચર માહિતીની આપ–લે પૂરતી મર્યાદિત છે કે પછી ટ્રમ્પ પ્રશાસન રશિયાની મદદથી ઈરાન સંકટ અને યુક્રેન યુદ્ધને લઈને કોઈ મોટી બેકચેનલ વાતચીતની તૈયારી કરી રહ્યું છે? હાલમાં આ સવાલનો સ્પષ્ટ્ર જવાબ સામે આવ્યો નથી, પરંતુ સીઆઈએ ચીફની મોસ્કોમાં હાજરીએ વૈશ્વિક સ્તરે રશિયા–અમેરિકા સંબંધો પર ફરીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.