BREAKING NEWS

કીવ પર રશિયન મિસાઈલ હુમલો: પુસ્તક બજારમાં ભીષણ આગથી દુકાનો ખાખ, વેપારીઓની મહેનત બરબાદ

  • August 16, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ પર થયેલા એક ભીષણ રશિયન મિસાઈલ હુમલાને કારણે શહેરના જાણીતા બુક માર્કેટ (પુસ્તક બજાર) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હુમલાથી બજારની હરોળબંધ દુકાનો અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પોચૈના મેટ્રો સ્ટેશન નજીક બનેલી આ ઘટના બાદ ફાયરફાઇટર્સની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે જહેમત કરતી નજરે પડી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

બજારમાં નજર પડે ત્યાં સુધી ખાખી અને બરબાદી
હુમલા બાદ ઘટનાસ્થળે બજારમાં સળગી ગયેલા અને પાણીથી પલળેલા પુસ્તકો ચારેય તરફ વેરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે નષ્ટ થયેલી દુકાનોમાંથી ધમાડો નીકળી રહ્યો હતો. આ બજારમાં છેલ્લા ૩૫ વર્ષથી કામ કરી રહેલા એક વેપારી ઓલેક્સાન્દ્રે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આખી બજાર સંપૂર્ણપણે નાશ પામી છે. એક છેડાથી બીજા છેડા સુધી આખું બજાર બળી ગયું છે, એક પણ દુકાન બચી નથી."


​​​​​​​અન્ય વેપારીઓએ જણાવ્યું કે તેમણે તાજેતરમાં જ નવો સ્ટોક મંગાવ્યો હતો, જે આ આગમાં સ્વાહા થઈ ગયો છે. વર્ષોની મહેનત પળભરમાં ખાખ થઈ જતાં દુકાનદારોએ જણાવ્યું કે આ હુમલાએ 'સામાન્ય લોકો'ને નિશાન બનાવ્યા છે, જેના કારણે હવે તેમની આજીવિકા કેવી રીતે ચાલશે તેને લઈને અનિશ્ચિતતા ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application