રાજકોટ શહેર-જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા (સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન)ની કામગીરીનો આજે છેલ્લો દિવસ છે. રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં એસઆઇઆરની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે. આજે મધરાતથી ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી લોક કરવામાં આવશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૩.૪૪ લાખ મતદારો એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ લિસ્ટમાં છે, જે નામો રદ કરી થશે. જ્યારે ૨૦ લાખ ૪૬ હજાર નામો કે જેમનું એસ.આઇ.આર. સુપેરે પૂર્ણ થયું છે તે નામો મતદાર યાદીમાં યથાવત રહેશે.તા.૧૬મીએ મતદાર યાદીનો પ્રાથમિક મૂસદો પ્રસિધ્ધ થશે,જે મતદારોને જોવા મળશે અને ૧૬મીથી વાંધાઓ પણ રજૂ કરી શકાશે. હવે એક મહિનો આ કવાયત ચાલશે.