રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ થોડા સમયથી સૌરાષ્ટ્ર કચ્છમાં નિષ્ક્રિય હોય તેવું નજરે પડી રહ્યું હતું ત્યારે એકાએક કચ્છ ભુજ તાલુકાના ચકાર ગામે એસએમસીએ બાતમીના આધારે દરોડો પાડી છેલ્લા ઘણા સમયથી હરતી ફરતી જુગાર ક્લબમાં રેડ પાડી એક ડઝન જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા અને રોકડ વાહન મોબાઈલ સહિત 53.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે 18 વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાય, એસ.પી મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ ના પીઆઇ આર કે કરમટા અને ટીમ પશ્ચિમ કચ્છના ભુજ પંથકમાં ચકાર ગામે ચોક્કસ બાતમીના આધારે હરતી ફરતી જુગાર ક્લબ માં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
એસ એમ સી એ દરોડો પાડતા જાહેરમાં ચાલતી જુગાર ક્લબમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી અને 18 જેટલા જુગારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પરંતુ એક ડઝન જેટલા આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારના પટમાંથી રોકડા 4.63 લાખ 15 મોબાઇલ કિંમત રૂપિયા ૮૫ હજાર 14 વાહન કિંમત રૂપિયા ૪૭.૮૦ લાખ સહિત કુલ રૂપિયા 53.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ ઝડપાયેલા 12 આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ નાસી છૂટેલા18 જેટલા વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application