BREAKING NEWS

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ નજીક એસએમસીનો દરોડો, બટેટાની બોરી નીચે છુપાવેલો 8257 બોટલ વિદેશી દારૂ મળ્યો

  • February 16, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છ કાઠીયાવાડમાં પર પ્રાંતમાંથી મંગાવતા દારૂના જથ્થા પર સતત વોચ રાખી રહી છે ત્યારે બે દિવસ પૂર્વે માળિયા મીયાણા તેમજ અંજારમાં બરોડા પાડ્યા બાદ રાજકોટ મહત્વની બ્રાન્ચો તેમજ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ જુના માર્કેટિંગ યાર્ડ નજીક ગોડાઉનમાં કટીંગ થાય તે પૂર્વે જ બટેટાની બોરી નીચે છુપાવેલો 8257 બોટલ વિદેશી દારૂ 33.37 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી.


એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના વડ પણ હેઠળ યુવા એસપી મયુર ચાવડા ની સીધી દેખરેખ હેઠળ એસએમસીના પી.એસ.આઇ કેડી રવીયા અને ટીમને હકીકત મળી હતી કે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક એક ગોડાઉનમાં વિદેશી દારૂનું કટીંગ થવાનું છે.


ઉપરોક્ત ચોક્કસ બાતમીના આધારે એસ એમ સી ની ટીમે ના માર્કેટિંગ યાર્ડ દુકાન નંબર જે /16 નજીક ગોડાઉન મા દરોડો પાડ્યો હતો, તે વેળાએ આઇસર ટ્રક આર.જે 17 જી એ 4513માં બટેટાની બોરી નીચે છુપાવેલો 8257 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 33,37, 992નો મળી આવતા ટ્રક ડ્રાઇવર અલીમુદ્દિન શ્રીલાલ તૈલી રહે આગ્રા ઉત્તર પ્રદેશ તેમજ શૈતાનસિંગ શ્રી કૈલાશજી નાઈ રહે આગરા ઉત્તર પ્રદેશ વાળા ને કુલ 53, 95,202 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં આ વિદેશી દારૂ ભોજપુર આગરા ઉત્તર પ્રદેશના મોનોપુત્ર માલુવા તૈલી એ સપ્લાય કર્યાનું અને દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યાની કબુલાત આપતા આઇસર માલિક , દારૂ સપ્લાય કરનાર તેમજ મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application