રાજકોટ શહેર પોલીસની મીઠી નજર હેઠળ વર્ષોથી રાજકોટમાં એમસીએક્સ, શેર બજાર ડબ્બા ટ્રેડિંગ, તેમજ ક્રિકેટ સટ્ટા સહિતના બે નંબરના ગોરખધંધાઓ સાથે સંકળાયેલા નામચીન બુકી રાકેશ પોપટ દ્વારા સંચાલિત શહેરના હાર્દસમા યાજ્ઞિક રોડ ઉપર આવેલા માધવ કોમ્પલેકક્ષમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી નામચીન બુકી સહિત ત્રણ શખસોને રોકડ સહિત 18.89 લાખના મુદ્દામાલ સાથે ઝડપી અન્ય છ સાગરીતોના નામ ખોલાવી નાખતા સ્થાનિક પોલીસ ની મહેરબાનીથી ચાલતા રેકેટના નેટવર્કને ખુલ્લું પાડી દેતા મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ઇન્ચાર્જ પોલીસવડા કે એલ એન રાવ એ ક્રાઈમ કોન્ફરન્સ યોજી અને શહેર પોલીસના ભરપેટ વખાણ કર્યાના કલાકોમાં કુખ્યાત બુકી રાકલા પોપટ સંચાલિત ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ઝડપી પાડી મહત્વની બ્રાન્ચો અને સ્થાનિક પોલીસની મિલી ભગતની પોલ છતી કરી દીધી છે.
જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે સો મણના સલાવો ખડા થયા છે, એસએમસી ના વડા નિર્લિપ્ત રાય અને એસ.પી મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ વી એન જાડેજા અને ટીમે આ પડકારરૂપ પોલીસ સાથે વર્ષોથી સાંઠગાંઠ ધરાવતા કુખ્યાત રાકેશ પોપટ ના ગેરકાનૂની ગોરખધંધાનો પર્દાફાસ કરી નાખ્યો હતો.
નામચીન બુકી રાકેશ પોપટ મિહિર મનોજભાઈ કલ્યાણી બન્ને ભાગીદારીમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતા હોવાની ચોક્કસ બાતમી ના આધારે યાજ્ઞિક રોડ પર આવેલ માધવ કોમ્પ્લેક્સ માં ઓફિસ નંબર 108 અને 109 માં ઓચિંતો દરોડો પાડ્યો હતો તે દરમિયાન ૧.૭૨ લાખની રોકડ, પાંચ મોબાઈલ, લેપટોપ, કાર સહિતની ૧૮.૮૯ લાખની મત્તા કબજે કરી બુકી રાકેશ ધીરજલાલ પોપટ,મુકેશ મીઠાભાઈ વિરડીયા, મહેશ રવજીભાઈ પરમારને રંગે હાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોની પોલીસની ભાષામાં પૂછપરછ કરતા રાકેશ પોપટ છેલ્લા કેટલાક સમયથી મીહિર મનોજભાઈ કલ્યાણી સાથે ભાગીદારીમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતો હોવાનું તેમજ અન્ય આરોપીઓ કમલેશ અશોક નટુકાકા જયદીપ હિતેન ખાચર ના નામ ખુલતા પ્રનગર પોલીસ મંથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેથી પીઆઈ વસાવા સહીતના સ્ટાફે ગુનો નોંધી ત્રણેય આરોપીઓ રાકેશ પોપટ, મુકેશ વિરડીયા, મહેશ પરમારની ધરપકડ કરી તેની પાસેથી ૧.૭૨ લાખની રોકડ, પાંચ મોબાઈલ,લેપટોપ સહીતની ૧૮.૮૯ લાખની મતા કબજે કરી મીહીર મનોજભાઈ કલ્યાણીની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટના ઘણા ખરા નામચીન બુકીઓ એસએમસી ના ડરથી ગોવા તેમજ નેપાળ માં પોતાના ગોરખ ધંધા અને ઇવેન્ટ્સ ના નામે પન્ટરોને તમામ સુવિધા સાથે લઈ જતા હોય છે આવા સંજોગોમાં જ નામચીન બુકીને એસએમસીએ યાજ્ઞિક રોડ પર તેની ઓફીસમાંથી ડબ્બા ટ્રેડીંગમાં ઝડપી લેતા મહત્વની ગણાતી તમામ બ્રાન્ચો તેમજ સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ખડા થયા છે.
બુકી રાકેશ ઉર્ફે રાકલા પોપટનો વર્ષોથી પોલીસ સાથે ધરોબો
ડબ્બા ટ્રેડિંગ માં ઝડપાયેલા બુકી રાકેશ પોપટ વર્ષોથી ક્રિકેટ સટ્ટો તેમજ એમસીએક્સ અને ડબ્બા ટ્રેડિંગ નો બે નંબરનો ધંધો કરતો હોય પોલીસ સાથે તેનો ધરોબો હોવાના કારણે બચી જતો હોવાનું રચાય રહ્યું છે એટલું જ નહીં અગાઉ સામાકાંઠે વેપારીને ધમકી આપ્યાના બનાવમાં કુખ્યાત સુખ સાથે તેનું નામ ચર્ચામાં આવ્યું હતું પરંતુ પોલીસ સાથેના સંબંધોથી બુકી સામે એકપણ કેસ પોલીસ ચોપડે ચડયો ન હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
રાકેશની દીકરીના લગ્ન પૂર્વે જ પોલીસે ધરપકડ કરતા ચકચાર
શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર માધવ કોમ્પલેક્ષમાં ચાલતા શેર બઝારના ડબ્બા ટ્રેડીંગમાં એસએમસીની ટીમે દરોડો પાડી સામાકાઠાના નામચીન બુકી રાકેશ પોપટ સહીત ૩ શખસોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં નામચીન બુકકી રાકેશ પોપટની પુત્રીના તાજેતરમાં જ લગ્ન હોય દરોડો પાડી નામચીન શખસને પકડી લેતા ચકચાર મચી જવા પામી છે.
એસએમસી મૂળ સુધી જશે તો ચોકાવનારા ધડાકા ભડાકાના એંધાણ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એમસીએક્સ ના ડબ્બા ટ્રેડિંગ માં બુકી રાકેશ પોપટ અને સાંગ્રીતો ઝડપાતા માત્ર મૂકી આલમ માં જ નહીં પરંતુ પોલીસ બેડામાં પણ ખાસ કરીને મહત્વની બ્રાન્ચોમાં ફેલાઈ ગયો છે કારણ કે એસએમસી જ્યારે રેડ કરે ત્યારે તેના મૂળ સુધી જતી હોય છે જેથી બુકી સાથે સાઠ ગાંઠ ધરાવતા અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ને હાલતો પરસેવો વળી ગયો છે કે આપણો વારો તો નહીં આવી જાય એવી બેડામાં ચર્ચા એ જોરપકડ્યું છે.
ડીજીએ વખાણ કર્યાને પોલીસની પોલ એસએમસીએ ઉઘાડી કરી!
રાજ્યના પોલીસ વડા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયની રાજકોટમાં ડીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાય જેમાં ડિમોલેશન સંદર્ભે કે એલ એન રાવે રાજકોટ પોલીસના અધિકારી અને કર્મચારીઓના ભરપેટ વખાણ કરી કામગીરી બિરદાવ્યાના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે મોટું ડબ્બા ટ્રેડિંગ ઝડપી શહેર પોલીસની પોલ ખુલી કરી નાખતા સવાલો ખડા થયા છે.