ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડમાં દારૂના ધંધાથી સપ્લાયરો દ્વારા બુટલેગરોએ મંગાવેલો દારૂ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવતો હોય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબીના માળીયા ભીમાસર ચાર રસ્તા નજીક સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં દરોડો પાડી રૂ.૧.૩૮ કરોડની વિદેશી દારૂ બોટલ નંગ ૧૯૦૬૮ સાથે ડ્રાઈવર-કલીનરને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત,સૌરાષ્ટ્ર કચ્છ,કાઠીયાવાડમાં દારૂની હેરાફેરી અટકાવવા એસએમસી ના વડા નિર્લિપ્ત રાયની સુચના અને એસ.પી મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ એસએમસી ના પી.એસ.આઇ વીએન જાડેજા અને ટીમ મોરબી માળિયા મીયાણા પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમ્યાન માળિયા મિયાણાના ભીમસર ચાર રસ્તા પાસે સ્વાગત પેટ્રોલિયમ ના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં ટ્રકને ઝડપી લઈ તેની ઝડતી લેતા ૧ હજાર પેટી બોટલ નંગ 19O68 સાથે વિક્રમસિંગ નારાયણસિંગ ચૌહાણ રહે માલબારી બિકાનેર, કમલ કિશોર પ્રેમારમ મારૂ, રહે બિકાને રાજસ્થાન વાળાને દારૂનો જથ્થો,વાહન, મોબાઈલ સહિત કુલ રૂ.૧.૬૩ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો.
એસએમસી પીએસઆઈ વી એન જાડેજા અને ટીમે આ ગુનામાં ફરાર રમેશ લીખમરમ જાટ, બલવીર સોહાદાસ જાટ,જબર બીસનોઈ,અને ચાર અજાણ્યા આરોપીઓ સહિત સાતની શોધખોળ હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો સામખયાડી જઈ રહ્યો હતો. પરંતુ મંગાવનાર પાસે દારૂ પહોંચે તે પૂર્વે સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી લેતા લઈ સ્થાનિક પોલીસમાં ચૌહાણ, છે. આ દારૂના દરોડા બાદ બન્ને ટ્રક સ્થાનિક પોલીસ સામે સવાલો ખડા થયા છે.
તાજેતરમાં જ મોરબીના ટંકારાના કારખાનામાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી ૧૨ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડયા બાદ ફરિવાર મોરબીમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી કરી છે.
દારૂ પંજાબના ભટિંડાથી સામખીયાળી જતો હતો
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં વિદેશી દારૂનો જથ્થો પંજાબના ભટિંડા થી કચ્છના સામખીયાળી જઈ રહ્યો હતો.પરંતુ દારૂ પહોંચે તે પૂર્વે સ્ટેટ મોનિટરીંગ સેલે માળીયા મીયાણા ના ભીમાસર ચોકડી નજીક જ ઝડપી લેતા આ દારૂના દરોડા મોરબી જિલ્લા સ્થાનિક પોલીસ સામે સવાલો ખડા થયા છે.