BREAKING NEWS

એસએમસીની ટીમે ફોચ્ર્યુનરમાંથી ૪૪૮૪ બોટલ દારૂ સાથે બે શખસોને ઝડપી લીધા

  • August 29, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની હદ હેઠળના વિસ્તારમાં માલીયાધારા ગામની સીમમાંથી ૧૦.૨૦ લાખનો દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા યારે છ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દાનો જથ્થો વાહનો સહિત કુલ . ૩૦.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સેલના પી.એસ.આઇ જે.એસ. રાજપુત તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માલીયાધાર ગામની સીમમાં અટગામથી ચીખલી તરફ આવતા રોડ પરથી ૧૨૦ પેટી દાના જથ્થા સાથે જીતુ ઉર્ફે યતીન કિશોરભાઈ રાઠોડ (રહે. વાપી, વલસાડ) અને મીત ઉર્ફે મીતલો નટવરભાઈ મહિયાવંશી (રહે. મહિલાવંશી ફળિયા તા. પારડી, વલસાડ)ને ઝડપી લીધા હતા. પોલીસે દાનો આ જથ્થો તથા વાહનો સહિત કુલ પિયા ૩૦.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે દાના સાથે ઝડપાયેલા શખસોની પૂછતાછ કરતા નવસારીમાં રહેતા નસીમુદ્દીન ઉર્ફે આઝાદ લંગડો, નિઝામુદ્દીન હાફેઝ, સુરતના વિવેક, દમણના શાહબાઝ, પગલો અને સુરત ખાતે ઈંગ્લિશ દાનો જથ્થો મંગાવનાર સહિતના નામ ખુલતા પોલીસે કુલ છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application