રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા (નાર્કોટિક્સ સેલ) દ્વારા શહેરને નશામુક્ત બનાવવાના મિશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે શાસ્ત્રીમેદાનના ગેટ પાસેથી બે ઈસમોને માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે પકડી પાડ્યા છે.
પોલીસ હેડ કોન્સ. દિગ્વિજયસિંહ ગોહીલ અને પો. કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઇ ગોહેલ (ઉ.વ. ૩૩, રહે- નાના મવા રોડ, રાજકોટ) અને જીવાભાઇ હાથીયાભાઇ ચુડાસમા (ઉ.વ. ૪૨, રહે- કોઠારીયા રેલ્વે સ્ટેશન સામે, રાજકોટ) તરીકે થઈ છે.
પોલીસે બંને આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કબજે કર્યો છે અને તેમની સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. આરોપી કાર્તિક ઉર્ફે ભોલાનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જે અગાઉ પ્રોહીબિશનના ગુનામાં પકડાયો હતો.
આ સફળ કામગીરી પો.ઈન્સ. એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. એસ.બી.ધાસુરા અને એસ.ઓ.જી. શાખાના અન્ય પોલીસ કર્મચારીઓએ કરી હતી. પ્રાથમિક પરીક્ષણ માટે એફ.એસ.એલ. અધિકારી કે. એમ. તાવીયા સાહેબનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસુસી કે હેક ન થઈ શકે તેવી અભેદ્ય ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમનો આવિષ્કાર
June 17, 2025 11:04 AM18 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 17, 2025 10:53 AMઇઝરાયલમાં મુસ્લિમ શહેરો અને વસ્તીને ઈરાન બનાવી રહ્યું છે નિશાન
June 17, 2025 10:52 AMપાકિસ્તાને જાત બતાવી, ઈરાન સાથે ઉભા રહેવાનું વચન આપી ઠેંગો બતાવી દીધો
June 17, 2025 10:48 AMગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી
June 17, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech