BREAKING NEWS

ગોંડલના ગુંદાળા રોડ પર ડુપ્લીકેટ તંબાકુ,બીડી અને ગુટખાના ગોડાઉન પર એસઓજીનો દરોડો

  • March 03, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા વિશ્વાસ નામના ગોડાઉનમાં દરોડો પાડી અહીંથી ડુપ્લીકેટ તંબાકુ,ગુટખા અને બીડી સહિત રૂ.૧.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગ કોપી રાઇટ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ડુપ્લીકેટ તંબાકુ અને બીડીના આ જથ્થા સાથે એક ગોડાઉન માલિકને ઝડપી લીધો હતો જયારે તેને આ ડુપ્લીકેટ માલ સપ્યાલ કરનાર ગોંડલના શખસની શોધખોળ હાથ ધરી છે.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા પોલીસ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓના પ્રોડકશન તથા વેચાણ સંબધી ગુનાહિત પ્રવૃતીઓ પર સધન કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય, જે અનુસંધાને એસ.ઓ.જી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જે.ઝાલા તથા પી.બી.મિશ્રા અને ટીમ પેટ્રોલીંગમા હતી. દરમિયાન કોન્સ. વિપુલભાઇ ગોહેલ અને રણજીતભાઇ ધાધલને મળેલી હકીકત આધારે ગોંડલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાં દરોડો પાડયો હતો.


પોલીસે અહીંથી ડુપ્લીકેટ તંબાકુ જેમાં બાગબાન તંબાકુના કુલ બોકસ ૨૯ કી.રૂ ૯૪,૨૫૦,સુરેશ તંબાકુના બોકસ-૨૩ કી.રૂ ૪,૧૪૦, સાબળે બીડીના બોકસ ૧૨૩, કિ.રૂ-૫૫,૭૧૯,ચારભાઇ બીડી બોકસ ૨૮ કિ.રૂ-૧૩,૧૬૦ અને આર.એમ.ડી- પાન મસાલા બોકસ -૩૪ કિ.રૂ૨૦,૪૦૦ સહિત રૂ.૧,૮૭,૬૬૯ નો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે નકલી પાન-બીડી અને ગુટખાના આ જથ્થા સાથે ગોડાઉન માલિક અશરફ મહંમદભાઇ સંજાત (ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે.નીલમપાર્ક તાજ ટાવર ૪ માળે રૂમ નં-૪૦૧ તા-ગોડલ) ને ઝડપી લીધો હતો. જયારે તેની પુછતાછમાં તે મનોજભાઇ ગીરધરભાઇ (રહે. ગોંડલ) પાસેથી ડુપ્લીકેટ તંબાકુ, બીડી અને ગુટખા સસ્તાભાવે ખરીદી ગ્રાહકોને વેચતા હોવાની કબુલાત આપી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કોપી રાઇટ એકટની સહીતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


આ કામગરીમાં એઓસજીના પીઆઇ એફ.એ.પારગી,પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા,એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી,રૂપકભાઇ બોહરા,હેડ કોન્સ. ક્રિપાલસીંહ જાડેજા, કોન્સ. વિજયગીરી ગોસ્વામી, વિપુલભાઇ ગોહેલ,રણજીતભાઇ ધાધલ,પૃથ્વિરાજસિંહ ડોડીયા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application