BREAKING NEWS

એસએસ રાજામૌલી કરોડોના બજેટમાં બનાવશે વધુ એક બાહુબલી ફ્રેન્ચાઇઝ

  • November 05, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાહુબલી ધ એપિક 31 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તે બાહુબલીના બંને ભાગોને જોડે છે. બાહુબલી ધ એપિક બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બે સફળ ફિલ્મો પછી, દિગ્દર્શક એસએસ રાજામૌલીએ એક નવી જાહેરાત કરી છે. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ આપી છે કે તેઓ બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બીજી ફિલ્મ લાવશે. પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથેના એક પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં, એસએસ રાજામૌલીએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, "આ બાહુબલી 3 નથી, પરંતુ તે જ દુનિયાનો એક સિલસિલો છે. અમે બાહુબલી: ધ એટરનલ વોર નામની 3ડી એનિમેટેડ ફિલ્મ બનાવી છે. તેનું ટીઝર બાહુબલી ધ એપિકના અંતરાલ દરમિયાન રિલીઝ કરવામાં આવશે.એસએસ રાજામૌલીએ બાહુબલી: ધ એટરનલ વોરનું બજેટ પણ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ₹120 કરોડના બજેટ સાથે બનાવવામાં આવશે. રાજામૌલીએ વધુમાં જણાવ્યું, "શોભુ છેલ્લા બે વર્ષથી આ ફિલ્મ પર સતત કામ કરી રહ્યા છે. હવે અમે ₹120 કરોડના બજેટ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છીએ."


વાતચીત દરમિયાન,એસએસ રાજામૌલીએ પુષ્ટિ આપી કે તે બાહુબલી 3 બનાવશે. તેમણે કહ્યું કે ફિલ્મ ચોક્કસ બનશે, પરંતુ તેમણે હજુ સુધી સમય અને તારીખ જાહેર કરી નથી.બાહુબલી વિશે જણાવીએ તો પહેલો ભાગ 10 જુલાઈ, 2015 ના રોજ રિલીઝ થયો હતો, ત્યારબાદ બીજો ભાગ 28 એપ્રિલ, 2017 ના રોજ રિલીઝ થયો હતો. હવે, બંને ભાગોને મર્જ કરવામાં આવ્યા છે અને 31 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવ્યા છે. બાહુબલી: ધ એપિક બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application