BREAKING NEWS

જેતપુર-ધોરાજી વચ્ચે ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા, ST બસે મારી પલટી મારી, મુસાફરોની ચિચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો

  • November 06, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જેતપુર-ધોરાજી હાઈવે પર એસટી બસે પલટી મારી છે, ડ્રાઈવરને ચક્કર આવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. એસટી બસ પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા અકસ્માત થયો છે, ઢાંક-જેતપુરની બસમાં 17 જેટલા મુસાફરો સવાર હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


રાજકોટના જેતપુર-ધોરાજી હાઇવે પર બસે પલટી મારી

જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે ઉપર એસટી બસે પલટી મારી છે, જેતપુરના મોટા ગુંદાળા ગામ નજીક હાઇવે ઉપરથી એસટી બસ પુલ રેલિંગ તોડી નીચે ખાબકી હતી અને ઢાંક-જેતપુર રૂટની એસટી બસમાં 17 જેટલા મુસાફરો હતા સવાર 4 ઇજાગ્રસ્તોને ધોરાજી હોસ્પિટલ અને 6 ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે, 5 થી 6 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે અને રાજકોટ એસટી ડેપોમાં આ મામલે જાણ પણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application