BREAKING NEWS

રેજન્સી લગૂનમાં રોયલ રંગે જામ્યા સફેદ શેરી ગરબા

  • October 10, 2026 05:19 PM 

રાજકોટ આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ  થવા જઈ રહ્યો છે. ત્યારે મા દુર્ગાને આવકારવા અનેક આયોજકો દ્વારા  વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શેરીઓમાં પ્રાચીન ગરબાઓ, પાર્ટી પ્લોટ્સમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં જેન ઝી થી માંડી સિનિયર સિટીઝન પણ હવે ગરબા લેતા જોવા મળે છે.ત્યારે રોયલ લોકોના રોયલ ગરબા એટલે સફેદ શેરી ગરબાનું શહેરના રેજન્સી લગુનમાં જાજરમાન આયોજન ગત તા.૯ ના રોજ કરવામાં આવ્યું હતું. ઓરફિક ઇવેન્ટ દ્રારા જાણે શરદ પૂનમની રાતે સોળે કળાએ ખીલેલ ચંદ્રમાની જેમ ભવ્ય ડેકોરેશન સાથે ગરબા યોજાયા હતા. પુરુષ સમાવેડી સ્ત્રીઓ પણ હોય છે એ વાતને વિમ્મી તન્ના, ડેલી શાહ, પિયુ બુદ્ધ એ આ સફેદ શેરી ગરબા યોજી સાબિત કયુ છે. જેમ શેરીમાં જ ગરબા રમતા હોય એવો અહેસાસ મેળવવા એન્ટર થતા જ શેરીમાં પ્રવેશ લીધો હોય તેવો જ અનુભવ થાય છે સફેદ થીમ, સફેદ ડેકોરેશન, સફેદ સેલ્ફી ઝોન અત્ર તત્ર સર્વત્ર સફેદ સફેદ જ રગં જોવા મળ્યો હતો. ગરબાની શઆત મા દુર્ગાની આરતીથી કરવામાં આવી હતી. માતાજીની આરતીમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી, એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, પૂર્વ સાંસદ રામ મોકરીયા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પરેશ ગજેરા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડીએમએલ ગ્રુપના હરેશ લાખાણી, ચિરાગ લાખાણી દર્શન લાખાણી, કોસ્મોપ્લેકસના અજયભાઈ બગડા, ખેલૈયા અને આયોજકો સહ પરિવાર માતાજીની આરતીમાં જોડાયા હતા.
માતાજીની આરતી બાદ સફેદ શેરીના ગરબાનું આયોજન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબાના તાલે ઝૂમી ઊઠા હતા. શહેરમાં ટોપ પ્રીમિયમ કલાસના લોકોએ સફેદ કલરના ગ્લેમર ડ્રેસમાં ગરબા લીધા હતા. સંપૂર્ણ સફેદ થીમ સાથે ખેલૈયાઓ,આયોજનો અને મહેમાનોએ રાતના બાર વાગ્યા સુધી દમદાર ઓરકેસ્ટ્રાના સંગાથે રાસ રમ્યા હતા ત્યારબાદ ઢોલ નગારાના તાલે મંડળી ગરબા પણ યોજવામાં આવ્યા હતા. જેમાં લોકોએ ખુબ આનંદ માણ્યો હતો.





આ સફેદ શેરી ગરબામાં મુખ્ય દાતા તરીકે રાધિકા જવેલર્સ અને સદગુરૂ  લાઈવ સ્ટાઈલએ સહયોગ આપ્યો હતો. જયારે આજકાલ મીડિયા પાર્ટનર તરીકે જોડાયુ હતું. લોકોને ગરબે રમતા ફોટોમાં કેપ્ચર કરવા ફોટોગ્રાફી માટે વેડિંગ બાય વૈથએ ભૂમિકા ભજવી હતી. જેમને લોકોના મન મોહી લે તેવા ફોટોગ્રાસ લીધા હતા. આ સફેદ શેરીમાં એન્ટ્રી લેતા જ અહેસાસ થાય છે જાણે શેરીમાં આવ્યા હોય. સર્વત્ર સફેદ જ કલરમાં ડેકોરેશન જોવા મળ્યું હતું. સફેદ સેલ્ફી ઝોનમાં ખેલૈયાઓએ અનેક સેલ્ફીઓ પાડી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે જેની ઝલક હજુ આગામી બે દિવસ જોવા મળશે.
આ ગરબામાં શરૂઆતથી જ ડિનરનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય ઠંડા પીણા ચા અને હેલ્ધી સ્નેકસના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. આ સફેદ શેરી ગરબામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય તો એ છે સફેદ ડેકોરેશન.
સફેદ રંગની થીમ, ભવ્ય સજાવટ, પરંપરાગત ગરબા અને રોયલ માહોલના સંગમ સાથે સફેદ શેરી ગરબાએ રાજકોટના નવરાત્રી ઉત્સવમાં આગવી છાપ છોડી છે.
નવરાત્રિ એટલે શકિતની આરાધના, ભકિત, પરંપરા અને ગરબાના તાલે ઝૂમવાનો અનોખો ઉત્સવ. મા અંબેના આગમનને વધાવવા શહેરમાં ઠેર–ઠેર વેલકમ નવરાત્રિનાં આયોજન થઈ રહ્યા છે. કયાંક શેરીઓમાં પ્રાચીન ગરબાની રમઝટ જામી રહી છે, તો કયાંક વિશાળ પાર્ટી પ્લોટમાં આધુનિક સુવિધાઓ સાથે ભવ્ય રાસોત્સવ યોજાઈ રહ્યા છે. નવરાત્રિનો આ ઉત્સાહ હવે માત્ર યુવા વર્ગ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ જેન ઝીથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકો પરંપરાગત ગરબાની રમઝટમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
આ આયોજનની વિશેષતા એ હતી કે ભવ્ય સ્થળ હોવા છતાં તેમાં પરંપરાગત શેરી ગરબાની લાગણી જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રવેશ કરતાં જ જાણે કોઈ જૂની શેરીમાં ગરબા રમવા આવ્યા હોઈએ તેવો અહેસાસ થતો હતો. શેરીની અનુભૂતિ, સફેદ રંગની સજાવટ અને સુંદર રીતે તૈયાર કરાયેલા સ્થળે ઉપસ્થિત મહેમાનો તથા ખેલૈયાઓને એક અલગ જ માહોલનો અનુભવ કરાવ્યો હતો.
સફેદ રંગની આગવી થીમ, શાહી ડેકોરેશન, પરંપરાગત શેરી ગરબાનો અહેસાસ, મા દુર્ગાની આરતી, ઓર્કેસ્ટ્રા અને ઢોલ–નગારાની રમઝટે સફેદ શેરી ગરબાને વિશેષ બનાવ્યો હતો. મહિલાઓની આયોજનશકિત, ખેલૈયાઓનો ઉત્સાહ અને મહેમાનોની ઉપસ્થિતિએ આ આયોજનને વધુ આકર્ષક બનાવ્યું હતું.નરાજકોટના નવરાત્રિ ઉત્સવમાં સફેદ શેરીએ પરંપરાગત ગરબાની લાગણીને આધુનિક અને રોયલ અંદાજ સાથે રજૂ કરી હતી. સર્વત્ર સફેદ રંગની છટા અને ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ વચ્ચે આ આયોજન યાદગાર રાત બની રહ્યું હતું




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application