BREAKING NEWS

જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

  • October 23, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબધં કેળવી લ કરવાની લાલચ આપીને શારીરિક શોષણ કયુ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં સગીરાને નવ માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે પોકસો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ, જામજોધપુર પંથકમાં રહેતી સગીરાનો સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા સાથે સામાજિક પ્રસગં દરમિયાન પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબધં બંધાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ સગીરાને લ કરવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબધં બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો.
આઠથી નવ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યા બાદ અને આરોપીએ સગપણ કર્યા બાદ લ કરવાની ના પાડી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ, ગુનો નોંધાયા બાદ જામજોધપુર પોલીસની ટીમે સુરેન્દ્રનગર પંથકમાં જઈ આરોપી પૃથ્વીરાજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. આરોપીને જામજોધપુર લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application