રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરતા હવાઈ મુસાફરોના મન મોહી લેવા માટે હવે સૌરાષ્ટ્રની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા અને બહેનોને વૈશ્વિક ફલક પર હસ્તકલાની ચીજવસ્તુનું વેચાણ કરવા માટે સખી સ્વદેશી માર્ટના સ્ટોલને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 'અવસર' યોજના અંતર્ગત સ્વ સહાય જૂથોને ફાળવેલા સ્ટોલનું વિધિવત રીતે રીબીન કાપીને મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સખી સ્વદેશી માર્ટ થકી સખી મંડળની બહેનોને સટોલ પ્રદર્શન દ્વારા રોજગારીની સાથે વૈશ્વિક સ્તરે પોતાની હસ્તકલાને વિસ્તરવાની તક મળી રહી છે. અહીંના હવાઈ મુસાફરોને સૌરાષ્ટ્રની ગ્રામીણ કલા મંડલા, પટારી તથા પટોળાની હાથ બનાવટની કલાત્મક ચીજ વસ્તુઓનો ખજાનો ખરીદવાની સુવિધા મળી રહી છે.રાજકોટ એરપોર્ટના પ્રવાસીઓને સૌરાષ્ટ્ર વિસ્તારની હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે સખી સ્વદેશી માર્ટના સ્ટોલનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું છે.
મંત્રી કુંવરજી બાવળિયાએ સ્ટોલ પર પ્રદર્શિત કલાત્મક ચીજ વસ્તુઓને નિહાળીને તેમના કલા-કૌશલ્યને બિરદાવ્યા હતા. તો પ્રથમ દિવસે જ રૂપિયા 53 હજારની હસ્તકલાની ચીજ વસ્તુઓની ખરીદી કરી અને મુસાફરોએ પણ આ સ્ટોલને વધાવી લીધો છે.મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સ્ટોલના માધ્યમથી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સખીમંડળની બહેનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે બહેનોને ઉજવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application