રાજકોટ મહાપાલિકા દ્વારા મહિલા હોર્ક્સ ઝોન ખાતે આજે તા.૭ થી ૧૯ સુધી દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વ સહાય જૂથના બહેનોને રોજગારી પ્રદાન કરવા માટે પ્રદર્શન કમ વેચાણનું આયોજન કર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત સખી મંડળ/સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ જેવી કે સુશોભન, હેન્ડીક્રાફટ,રંગોળી કલર, ગોબર માંથી બનાવેલ વિવિધ ચીજવસ્તુઓ, બીડ વર્ક, જ્વેલરી , કરછી વર્કની આઈટમ, તોરણ-ટોડલીયા, હોમમેડ વિવિધ વસ્તુઓના “પ્રદર્શન કમ વેચાણ” થકી બહેનોને રોજગારી મળી રહે તે માટે તા.૭ થી તા.૧૯ દિવાળી પર્વને અનુલક્ષી મહિલા હોકર્સ ઝોન, ક્રિસ્ટલ મોલની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે ૪:૦૦ કલાકથી રાત્રિના ૯:૦૦ કલાક સુધી પ્રદર્શન કમ વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. આ મહિલા હોકર્સ ઝોન ખાતે આયોજિત વિવિધ વસ્તુઓના વેચાણ માટે અલગ-અલગ પ્રકારના કુલ ૨૦ જેટલા સ્ટોલ મારફત બહેનોને રોજગારી મળે અને તેમના ઘરે પણ દિવાળીનો દીપક પ્રજ્વલિત થાય તે માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહિલા હોકર્સઝોન ખાતે આયોજિત પ્રદર્શન કમ વેચાણ મેળામાંથી ચીજવસ્તુઓની ખરીદી કરવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.