BREAKING NEWS

સોનાક્ષી અને ઝહીરને સલમાન ખાને આપી હતી ચેતવણી

  • July 17, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સલમાન ખાને બોલિવૂડમાં ઘણી જોડીઓ બનાવી છે અને તેમાંથી એક જોડી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલની પણ છે. આ બંનેની પહેલી મુલાકાત પણ 'દબંગ' ખાનની જ એક પાર્ટીમાં થઈ હતી. તાજેતરમાં જ એક ખાસ વાતચીતમાં ઝહીર ઇકબાલે ખુલાસો કર્યો છે કે જ્યારે સલમાન ખાનને સોનાક્ષી અને તેના સંબંધો વિશે પહેલીવાર ખબર પડી, ત્યારે તેણે આ કપલને એક ખાસ ચેતવણી  આપી હતી.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ તાજેતરમાં જ  ચેટ શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના ડેટિંગના દિવસોનો એક ખૂબ જ સુંદર કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે સલમાન ખાનને તેમના અફેર વિશે ત્યારે જ ખબર પડી ગઈ હતી, જ્યારે તેમણે આ વાત કોઈની પણ સામે જાહેર નહોતી કરી.તે સમયને યાદ કરતાં ઝહીરે કહ્યું, "અમે સલમાન ભાઈને એ જણાવીએ કે અમે રિલેશનશિપમાં છીએ, તે પહેલાં જ તેમણે અમને સાથે જોઈ લીધા હતા.


ઝહીરની વાત પૂરી થતાં જ સોનાક્ષીએ ઉમેર્યું, "તેઓ કઈ મૂર્ખ તો છે નહીં, તેમને અમારી વાઇબ્સ પરથી બધું જ સમજાઈ ગયું હતું. તેમણે મને ઘણી વાર પૂછ્યું પણ ખરું, પરંતુ મેં હંમેશાં એમ જ કહ્યું કે એવું કંઈ નથી. ત્યાર પછી સલમાને મને કહ્યું હતું કે, 'જો... એક દિવસ તમારા બંનેનું બ્રેકઅપ થશે. તું અહીંથી આવીને રડશે અને તે ત્યાંથી આવીને રડશે. હું તમારા બંનેને પ્રેમ કરું છું અને પછી મારાથી કોઈ એકનો પક્ષ (સાઈડ) નહીં લઈ શકાય.'

સોનાક્ષી સિન્હાએ આગળ વાત કરતાં જણાવ્યું કે તેમને એ અંદાજો ત્યારે આવ્યો કે સલમાન ખાન બધું જ જાણે છે, જ્યારે તેઓ એક ટ્રેકિંગ ટ્રિપ પરથી પાછા ફર્યા હતા. તે દરમિયાન સલમાન ખાને ઝહીર ઇકબાલને બોલાવીને કહ્યું હતું કે, 'બધું જ દેખાઈ રહ્યું છે'. સોનાક્ષીએ જણાવ્યું કે ભાઈજાનની આ વાત સાંભળીને તેઓ બંને ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે ત્યારે જ તેમને અહેસાસ થયો કે કેમિસ્ટ્રી ક્યારેય કોઈનાથી છુપાતી નથી.


તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલની મુલાકાત સલમાન ખાને જ એક પાર્ટીમાં કરાવી હતી. બંનેએ લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને વર્ષ ૨૦૨૨માં આ કપલ ફિલ્મ 'ડબલ એક્સએલ'માં સાથે જોવા મળ્યું હતું. જોકે, તેમના સંબંધો વિશે લોકોને હિન્ટ લગ્નના થોડા સમય પહેલાં જ મળી હતી. વર્ષ ૨૦૨૪માં અલગ-અલગ ધર્મના લગ્નને (ઇન્ટરફેથ મેરેજ) લઈને સોનાક્ષી સિન્હાને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી, પરંતુ આજે તે અને ઝહીર ઇકબાલ ચાહકોના ફેવરિટ બોલિવૂડ કપલ્સમાંથી એક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application