BREAKING NEWS

સલમાને ફી ઘટાડી, વામસી પેડિપલ્લીની ફિલ્મ માટે લીધા માત્ર ૭૦ કરોડ

  • August 01, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાનના ફેન્સ તેમની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ 'સિકંદર' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તે પછી સલમાને 'માતૃભૂમિ'નું કામ પૂરું કર્યું હતું, પરંતુ તેની રિલીઝ હાલ અટકેલી છે અને તે આવતા વર્ષ સુધી રિલીઝ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન સલમાન ખાન દિલ રાજુના પ્રોડક્શન હેઠળ બની રહેલી અને વામસી પેડિપલ્લીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મનો હિસ્સો બન્યા છે, જેમાં તેમની સાથે નયનતારા જોવા મળશે. પરંતુ હવે ચર્ચા છે કે સલમાન ખાન આ ફિલ્મ માટે માત્ર ૭૦ કરોડ રૂપિયા ફી લઈ રહ્યા છે.

સામાન્ય રીતે સલમાન ખાન પોતાની એક ફિલ્મ માટે ૧૦૦ થી ૧૨૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને મોટાભાગની ફિલ્મો માટે પ્રોફિટ શેરિંગ મોડેલ પર કામ કરે છે. તાજેતરમાં સામે આવેલા એક અહેવાલ મુજબ, વામસી પેડિપલ્લીની ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘એસવીસી 63’ માટે સલમાન ખાનને માત્ર ૭૦ કરોડ રૂપિયામાં સાઇન કરવામાં આવ્યા છે, જે તેમની સામાન્ય ફીના માત્ર ૬૦ ટકા જેટલી જ રકમ છે. આ ફિલ્મ ૨૦૨૭ની ઈદ પર રિલીઝ થઈ શકે છે.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાને પોતાની આ ફીમાં મોટો કાપ એક ખાસ દોસ્તીના કારણે મૂક્યો છે. ચર્ચા છે કે તેમના જૂના મિત્ર રફી કાઝી આ પ્રોજેક્ટમાં મધ્યસ્થી છે અને તેઓ ફિલ્મના પ્રોડ્યુસર્સમાંથી એક હશે. આ મિત્રતાના કારણે જ સલમાને પોતાની ફી ઘટાડી છે. જોકે, નિર્માતાઓ સાથે પ્રોફિટ શેરિંગ ડીલને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ શક્યતા છે કે તેઓ ફી સિવાય નફાના હિસ્સા દ્વારા બાકીની કમાણી કરશે. હાલમાં આ મુદ્દે સલમાન ખાન કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application