રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે લીધેલા બટર, ઓઈલ, પનીર અને મિનરલ વોટરના લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ ગયા છે અને તમામમાં ભેળસેળ મળતા કેસ દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. દરમિયાન સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ આ અંગેની વિગતો જાહેર કરી હતી.
સેમ્પલના રિપોર્ટ જાહેર કરતા તેમણે જણાવ્યું હતું કે, સીધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ, આરોગ્ય કેન્દ્ર સામે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. રીડિંગ એટ ૪૦૦ સેલ્સિયસ મિલ્ક સોલીડ નોટ ફેટની માત્રા ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ. ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૧થી ૪, કાર્તિક પાર્ટી પ્લોટ, ૮૦ ફૂટ રોડ, જૂના મોરબી રોડ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ અનમોલ સુપર રિફાઇન્ડ કપાસિયા તેલનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર.રીડિંગ એટ ૪૦૦ સી-માં, આયોડિન વેલ્યૂ ધારા ધોરણ કરતાં વધુ તથા કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદનગર, શેરી નં.૯ ખૂણો, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ સાંવરિયા લો ફેટ પનીરનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ક્રિસ્ટલ બેવરેજિસ, પરશુરામ ઇન્ડ. એરિયા-૧, શેરી નં.૧, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે,રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બિલ કિંગ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટની માત્રા ધારાધોરણ કરતાં વધુ આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.