આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ૨૦૧૭માં હોંગકોંગમાં એક પુષ નસિગ વિધાર્થીની છેડતી કરવાનો આરોપ હતો. જો કે, મેજિસ્ટ્રેટની કોર્ટે તેને આ કેસમાં નિર્દેાષ જાહેર કર્યેા હતો.
રિપોર્ટ અનુસાર, ૨૦૧૭માં હોંગકોંગમાં એક નસિગ સ્ટુડન્ટે આરોપ લગાવ્યો હતો કે, સંદીપ ઘોષે ચેન્જિંગ મમાં તેના નિતબં પર થપ્પડ મારી અને તેના ગુાંગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યેા. કોલકાતાના કેટલાક ડોકટરોએ પુષ્ટ્રિ આપી હતી કે, હોંગકોંગમાં નસિગ વિધાર્થીની છેડતીનો આરોપી સંદીપ ઘોષ એ જ વ્યકિત છે જે હવે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર–હત્યા બાદ સીબીઆઈની કસ્ટડીમાં છે. ૨૦૧૭માં આવેલા એક અહેવાલ અનુસાર, સંદીપ ઘોષ એક એકસચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા હોંગકોંગ ગયો હતો. ૮ એપ્રિલ, ૨૦૧૭ના રોજ, હોંગકોંગના કોવલૂનમાં કવીન એલિઝાબેથ હોસ્પિટલના એક વિધાર્થી નર્સે સંદીપ ઘોષ પર અભદ્ર હત્પમલો કરવાનો આરોપ મૂકયો હતો. હોંગકોંગ સ્થિત અખબાર અનુસાર, નર્સે જુબાની આપી હતી કે, ઘોષે અયોગ્ય રીતે શારીરિક સંપર્ક કર્યેા હતો અને તેને પૂછયું હતું કે, શું તને આ પસદં છે ? રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે સમયે ઘોષ હોસ્પિટલમાં કિલનિકલ એટેચમેન્ટ પ્રોગ્રામ હેઠળ હોંગકોંગમાં હતા. અન્ય અહેવાલમાં જણાવાયું છે કે, તે સમયે તે મુર્શિદાબાદ મેડિકલ કોલેજના ઓર્થેાપેડિક વિભાગનો મુખ્ય ચિકિત્સક હતો.
જાણો, સંદીપ ઘોષે કોર્ટમાં શું કહ્યું
સંદીપ ઘોષે આરોપોને નકારી કાઢા હતા અને કોર્ટમાં નિર્દેાષ હોવાનું જણાવ્યું હતું. તેમણે દાવો કર્યેા હતો કે, આ ઘટના એક ગેરસમજ હતી. ઘોષના કહેવા પ્રમાણે, તે નર્સનો હાથ ખેંચીને તેને ખભાનું હાડકું કેવી રીતે ઠીક કરવું તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અકસ્માતે નર્સના હિપને સ્પર્શ કર્યેા. તેણે કહ્યું કે, તેના ઉચ્ચારણને કારણે તેના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને તેણે કહ્યું હતું કે, આને આવી રીતે કરો નહીં કે શું તમને આ ગમે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech