સંજય વાટીકાની લાખોની ચોરીમાં ભૂતીયાગેંગ: એક ઝબ્બે

  • April 25, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નીલ સિટી પાસે આવેલી સંજય વાટિકા સોસાયટીમાં બધં મકાનને નિશાન બનાવી ૧૩.૨૫ લાખની ચોરી પ્રકરણમાં એલસીબી ઝોન–૨ ની ટીમ ભૂતિયા ગેંગના સાગરીતને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી પિયા ૬૮,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા છે. પકડાયેલા શખસ અને તેના અન્ય ત્રણ સાથીદારોએ મળી સાત ગુનાની કબુલાત આપી હતી. પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

શહેરના સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ગેટ પાસે નીલ સીટી પાસે આવેલ સંજય વાટિકા સોસાયટીમાં પિયા ૧૩.૨૫ લાખની ચોરી થઈ હતી જે ચોરીને લઈ ડીસીપી ઝોન– ૨ સુધીરકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ૨ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાહત્પલભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા અને જયંતિગીરી ગોસ્વામીને મળેલી સચોટ બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે લમીના ઢોરા પાસેથી કુખ્યાત ભુતીયા ગેંગના સાગરિત રામસિંગ ઉર્ફે રામુ કાલુસિંહ અજનાર(ઉ.વ ૨૭ રહે. ખરાવડ વાડી તા. કાલાવડ મૂળ, રાતમાલીયા, અલીરાજપુર મધ્યપ્રદેશ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૫૦,૦૦૦ ચાંદીનો જુડો, ચાંદીની વીંટી અને મોબાઈલ સહિત .૬૮,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.

પકડાયેલા આ શખસની પૂછતાછ કરતા તેણે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરી ઉપરાંત અન્ય છ ચોરીની કબુલાત આપી હતી તેમજ આ ચોરીમાં તેની સાથે મધ્ય પ્રદેશના કદવાલ ગામનો રાજુ કેકડિયા બધેલ, ભૂતિયા ગામનો મહેન્દ્ર કુંવરસિંહ મેડા અને જામકા ગામનો મડયો લેપાભાઈ મેડા પણ સાથે હોવાનું જણાવતા પોલીસે આ ત્રણે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કુખ્યાત ભુતીયા ગેંગના આ શખસો છેલ્લા દસેક વર્ષથી ગુજરાતમાં અલગ–અલગ ગામોમાં ખેત મજૂરી કરતા હોય જેથી અહીંના વિસ્તાર રોડ રસ્તાથી માહિતગાર હોય જેનો લાભ લઇ પોતાના વતન રાતમાલીયા તથા ભૂતિયા ગામના માણસોને અહીં બોલાવી શહેરના બારોબારના રહેણાંક વિસ્તારોમાં રહેલ બધં મકાનની રેકી કરી બાદમાં ચોરી કરવાની હોય તેના આજુબાજુના અવાવ વિસ્તારમાં સંતાઈને બેસી રહેતા મોડી રાત્રે તેઓ ચોરીના બનાવને અંજામ આપતા હતા. ચોરી કર્યા બાદ તે જ જગ્યાએ સવાર સુધી સંતાઈને રહેતા હોય જેથી પોલીસ સીસીટીવી ફટેજ ચેક કરેતો તેમાં તેઓ નજરે પડતા ન હતા. ત્યારબાદ પોતાના ખેત મજૂરીના રહેણાંક પર જવા માટે અલગ અલગ વાહનો મારફત પહોંચી જતા હતા.

કાલાવડમાં માલની ભાગબટાઇ કરી હતી

પોલીસની તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, રાજકોટમાં ચોરીના બનાવને અંજામ આપ્યા બાદ આ શખસો કાલાવડ ભેગા થયા હતા. યાં માલની ભાગ બટાઈ કરી અન્ય આરોપીઓ વતન તરફ નાસી ગયા હતા. યારે હાલમાં પકડાયેલા આરોપી પણ વતન નાસી જવાની ફિરાકમાં હતો તે પૂર્વે પોલીસે તેને ઝડપી લીધો હતો


આરોપીઓએ આપેલી કબૂલાત

આ ટોળકીએ ૧૪ દિવસ પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં, દોઢેક માસ પૂર્વે ૧૫૦ ફટ રીંગ રોડ પર પ્રશાંત એપાર્ટમેન્ટમાં સાતમા માળેથી રોકડ અને લેપટોપ, એક વર્ષ પૂર્વે જામનગરના સમાણા ગામેથી સોનાની દુકાનમાંથી દાગીનાની ચોરી, દોઢ વર્ષ પૂર્વે મેટોડા જીઆઇડીસીમાંથી રોકડ દાગીના, આજ સમયે કોઠારીયા ગામની સીમમાં સોસાયટીમાંથી સોનીની દુકાનમાંથી ચાંદીનું છત્તર, દોઢ વર્ષ પૂર્વે માધાપર ચોકડી પાસે બાંધકામ સાઈટ પરથી ચોરીનો પ્રયાસ અને પાંચ છ મહિના પૂર્વે કાલાવડ રોડ પર એમટીવી સામે મકાનના તાડા તોડા હોવાની કબુલાત આપી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application