આઈપીએલનો રોમાંચ પુરો થયો છે તે સાથે જ હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક શાનદાર ક્રિકેટનો આનંદ મળવાનો છે છે આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રો-ટી-20 લીગનો પ્રારંભ થશે અને સૌરાષ્ટ્રના ક્રિકેટ ચાહકો પાંચ ટીમો વચ્ચે થનારા 21 મેચનો આનંદ માણી શકશે.
જેમાં સ્થાનિક ક્રિકેટરો આ સૌથી ટુંકા ફોરમેટમાં ભાગ લઈને ભવિષ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર જવાનો માર્ગ પણ નિશ્ચિત કરશે. સતત બીજી વખત થઈ રહેલા આ આયોજનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં શ્રેષ્ઠ ક્રિકેટ ટેલેન્ટના મનોરંજન અને ખેલકુદની ભાવનાનો અનેરો સંગમ જોવા મળશે.
આવતીકાલે નિરંજન શાહ સ્ટેડીયમ પર આ સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખેલકુદ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે થશે. અને તેમાં બપોરે 3-45 કલાકે શરૂ થનારા આ શાનદાર સમારોહ અને ત્યાર બાદના પ્રથમ મેચ પછી બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ અને સલીમ-સુલેમાનના શાનદાર સંગીત સાથેના પફોર્મન્સ અને પ્રેક્ષકો આતશબાજીનો પણ આનંદ માણી શકશે.
કાલે ઉદઘાટન બાદ સાંજે 5 વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ આ મનોરંજન કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જાણીતા ક્રિકેટરો અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે.આ તમામ મેચોનું દૂરદર્શન અને જીયો હોટસ્ટોર પણથી લાઈવ ટેલીકાસ્ટ પણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech