ટેન્ડર માત્ર બે કલાકમાં ડાઉનલોડ અને અપલોડ કરી લેવાની શરતથી ભારે ચર્ચા: નવું ભવન બનાવવાની શું જરૂરિયાત છે? તેવા ઉઠતા સવાલ
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા કરોડો પિયાના ખર્ચે જુદા જુદા પ્રોજેકટ હાથ ધર્યા પછી તેમાંથી સંખ્યાબધં પ્રોજેકટનું ઉદઘાટન પણ થતું નથી અને કરોડો પિયાના ખર્ચા પાણીમાં જાય છે તેવી વ્યાપક ફરિયાદો વચ્ચે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર પિયા સાડા છ કરોડથી વધુના ખર્ચે ભાષા ભવન બાંધવાનો નિર્ણય લેવાયો છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા આ સંદર્ભે ટેન્ડર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને તેમાં ભાષા ભવનના આ પ્રોજેકટનો ખર્ચ પિયા ૬,૫૭,૬૮,૫૩૧ દર્શાવવામાં આવ્યો છે. જોકે લાઇબ્રેરીનો પ્રોજેકટ પણ છ કરોડનો હતો અને તે સાડા સાત કરોડે પહોંચ્યા પછી પણ હજુ ચાલુ થયો નથી. એક વર્ષથી બિલ્ડીંગ બધં છે અને હજુ લાઇબ્રેરી પાછળ વધુ એકાદ કરોડના ખર્ચની શકયતા છે.
યુનિવર્સિટીએ તેમના ભાષા ભવનના પિયા સાડા છ કરોડથી વધુ ખર્ચવાળા આ પ્રોજેકટ માટે જે ટેન્ડર બહાર પાડા છે તેમાં ગુજરાતમાં, દેશમાં અને અન્ય રાયમાં નોંધાયેલા સરકારી કોન્ટેકટરો પાસેથી ટેન્ડર મંગાવ્યા છે. બાર મહિનામાં આ કામગીરી પૂરી કરવાની શરત મૂકવામાં આવી છે. જોકે સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે ટેન્ડર ડાઉનલોડ અને અપલોડ કરવા માટે યુનિવર્સિટીએ માત્ર બે કલાકનો સમય એજન્સીઓને આપ્યો છે. ટેન્ડર ઓનલાઇન ડાઉનલોડ કરીને ઓનલાઈન અપલોડ કરવાના છે અને તે તારીખ ૧૮ ના સાંજે ચાર થી છ કલાકમાં આ સમગ્ર બાબત પૂરી કરી દેવાની સૂચના અપાતા આવી માત્ર બે કલાકની સમય મર્યાદા શા માટે રાખવામાં આવી હશે ? પરીક્ષાનું પેપર પણ ત્રણ કલાકનું હોય છે ત્યારે એક જ દિવસમાં બે કલાકમાં ટેન્ડર ડાઉનલોડ કરીને અપલોડ કરવાની પ્રક્રિયા પૂરી કરવાની બાબત વિવાદમાં આવી ગઈ છે. તારીખ ૧૮ ના બે કલાકમાં આ કામગીરી પૂરી કર્યા પછી ફિઝિકલી ટેન્ડર કોપી તારીખ ૨૬ સુધીમાં જમા કરાવી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ખરેખર ભાષા ભવન માટેના પ્રોજેકટની કોઈ જર છે કે નહીં ? તેવા સવાલો પણ યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારથી જ પુછાય રહ્યા છે. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી સહિત જુદી જુદી ભાષાના ભવનો ઉપલબ્ધ છે. ત્યારે વધારાનું એક ભાષાભવન શા માટે ? અને તેની પાછળ કરોડો પિયાનો ખર્ચ કરવાની શું જરિયાત છે. ?
યુનિવર્સિટી કેમ્પસ પર અત્યારે બાયો કેમેસ્ટ્રી, બાયો સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, બાયો ટેકનોલોજી, કોમર્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇકોનોમિકસ, ઇલેકટ્રોનિકસ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જર્નાલિઝમ, લો, લાઇબ્રેરી એન્ડ ઇન્ફો સાયંસીસ, મેથ્સ, નેનો સાયન્સ એન્ડ એડવાન્સ મટીરીયલ, ફાર્માસ્યુટિકલ સાયન્સ, ફિલોસોફી, ફિઝિકલ એયુકેશન, ફિઝિકસ, સંસ્કૃત, સોશયોલોજી અને સ્ટેટેસ્ટિક જેવા બે ડઝનથી વધુ ભવન છે. આમાંથી મોટાભાગના ભવનો બે થી પાંચ હજાર ચોરસ વારમાં નિર્માણ પામ્યા છે અને સંખ્યાબધં ભવોનો એવા છે કે ત્યાં વિધાર્થીઓની સંખ્યા બે કે પાંચ પણ માંડ છે. આવી પરિસ્થિતિમાં વર્તમાન હયાત ભવન ડબલ શીફટમાં ચલાવીને પણ કામ થઈ શકે તેમ છે ત્યારે આટલો ગંજાવર ખર્ચ શા માટે ?કેન્દ્ર સરકારથી તરફથી પીએમ ઉષા યોજના અંતર્ગત પિયા ૧૦૦ કરોડની ગ્રાન્ટ મળી છે પરંતુ તેનો આ પ્રકારે વેડફાટ ન થવો જોઈએ તેવી પણ એક લાગણી વ્યકત થઈ રહી છે. અમુક લોકો તો કેમ્પસમાં એવી પણ વાતો કરે છે કે આ ભવન પણ જે નક્કી કરેલો ખર્ચ છે તેમાં એક બે કરોડનો વધુ ખર્ચ થશે અને તે કર્યા પછી આ ભવન પણ પકબરથ બની જાય તો નવાઈ નહીં