સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકનું અને જામનગર ખાતે આવેલ સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીનો પૂલનું સમારકામ પૂર્ણ થયું છે, જે આગામી તા. ૧લી જાન્યુઆરીથી પુન: શરૂ થશે, પૂલનો લાભ લેવા ઈચ્છુક તમામ જુના સભ્યો આ માટે જાન્યુઆરી-૨૦૨૬ મહિના માટેની ફી ભરીને પૂલનો લાભ મેળવવાનું શરૂ કરી શકશે.
પૂલની સદસ્યતા અને અન્ય માહિતી મેળવવા માટે ઈચ્છુક રમતવીરો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરની કચેરીએ રૂબરૂ મુલાકાત લઈ શકે છે. માહિતી મેળવવાનો સમય સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૬૭૭૮૧૬ પર સંપર્ક કરી શકાશે.