રાજકોટ નૌતપાના દિવસોમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રાજકોટમાં ગુવારે મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. વહેલી સવારે લઘુતમ તાપમાન ૨૬.૪ ડિગ્રી નોંધાયું હતું. સવારે ૮:૩૦ વાગ્યે તાપમાન ૩૦.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા તથા પવનની સરેરાશ ગતિ ૧૨ કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હતી.
રાયના અન્ય શહેરોમાં પણ ગરમીનો મારો યથાવત રહ્યો હતો. સુરેન્દ્રનગર રાયનું સૌથી ગરમ શહેર બન્યું હતું, યાં ૪૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૩.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨.૫, અમરેલીમાં ૪૨.૧, ડીસામાં ૪૧.૮, ભાવનગરમાં ૪૧.૭, ભુજમાં ૩૯.૨ તથા કંડલામાં ૩૭.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર અને મધ્ય ભારત સાથે ગુજરાતમાં પણ આગામી બે–ત્રણ દિવસ સુધી હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શકયતા છે. જોકે ૨૯મી મે બાદ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે, જેના કારણે લોકોને આંશિક રાહત મળી શકે છે. હાલ ગરમીના પ્રકોપને પગલે બપોરના સમયે લોકો જરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો તથા દર્દીઓને બપોર દરમિયાન સાવચેતી રાખવા આરોગ્ય તત્રં દ્રારા સૂચના આપવામાં આવી છે. નિષ્ણાતોએ વધુ પાણી પીવું, સીધી ધૂપથી બચવું તથા ગરમીમાં લાંબા સમય સુધી બહાર ન રહેવાની સલાહ આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application