દર્દીને લઇ જતી વખતે લીફટ બંધ થઇ જતા દેકારો
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સરકારી જી.જી. હોસિપટલ ફરી વિવાદમાં સપડાઇ છે. દર્દીને લઇ જતી વેળાએ એકાએક લીફટ બંધ થઇ જતા દેકારો મચી જવા પામ્યો હતો. આ સમયે લીફટમેન કે કર્મચારી મદદે ન આવતા મિનિટો સુધી દર્દી લીફટમાં ફસાઇ જવા પામ્યા હતા. આ સમયે દર્દીના સગાએ વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ, સુરક્ષાની મામલે તેમજ અન્ય કારણોસર અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. આજે સવારે લીફટમાં એક દર્દી ફસાઇ જતા દેકારો મચી જવા પામ્યો હતો. સરકાર દ્વારા હોસ્પિટલને અદ્યતન સગવડતાઓ પુરી પાડવામાં આવી છે. છતા લીફટમાં લીફટમેન પણ ફરજમાં હાજર નથી હોતા અને દર્દી અને દર્દીના સગાઓએ જાતે ચડઉતર કરવી પડે છે.
દર્દી જયારે ગંભીર હાલતમાં હોય, અને સ્ટ્રેચર પરની હાલતમાં હોય એવા સમયે લીફટની ગેરહાજરી હોવી અને લીફટનું પણ એજ સમયે બંધ થઇ જવુ દર્દી અને દર્દીઓના સગા માટે મુશ્કેલીનું કારણ બન્યુ હતું આવી ઘટના ભૂતકાળમાં પણ બની ચુકી છે ત્યારે ભવિષ્યમાં આનુ પનુરાવર્તન ન થાય તેવું શહેરીજનો ઇચ્છે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech