BREAKING NEWS

જામનગર ખાતે આવેલ સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીના ઇન્ડોર સ્વિમિંગ પૂલનું સમારકામ પૂર્ણ:જાહેર જનતા માટે પુનઃખુલ્લો મુકાયો

  • December 15, 2025 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, તા.૧૫ ડિસેમ્બર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર હસ્તકનું અને જામનગર ખાતે આવેલ સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીનો પૂલનું સમારકામ પૂર્ણ થતાં હવે જાહેર જનતા માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂલમાં આવશ્યક નાના-મોટા રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરીના કારણે આ સ્વિમિંગ પૂલ નવેમ્બર-૨૦૨૫થી બંધ રાખવામાં આવ્યો હતો, જે કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવ્યા અનુસાર, ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ થી આ આધુનિક સ્વિમિંગ પૂલ તમામ જામનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. પૂલનો લાભ લેવા ઈચ્છુક તમામ જુના સભ્યો તા. ૧૫/૧૨/૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ મહિના માટેની ફી ભરીને પૂલનો લાભ મેળવવાનું શરૂ કરી શકશે.

પૂલની સદસ્યતા અને અન્ય માહિતી મેળવવા માટે ઈચ્છુક રમતવીરો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરની કચેરીએ રૂબરૂ મુલાકાત લઈ શકે છે. માહિતી મેળવવાનો સમય સોમવાર થી શનિવાર દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૬૭૭૮૧૬ પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application