આજના સમયમાં ફિટ રહેવા અને સ્નાયુઓને મજબૂત કરવા માટે લોકો મોંઘા પ્રોટીન પાવડર કે સપ્લીમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ ઘણીવાર બજારમાં મળતા આ કેમિકલયુક્ત પાવડર નકલી હોવાને કારણે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો તમે પણ આવી કૃત્રિમ વસ્તુઓથી બચવા માંગતા હોવ, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમારા રસોડામાં હાજર ત્રણ સામાન્ય વસ્તુઓની મદદથી તમે ઘરે જ વિટામિન B12 અને પ્રોટીનથી ભરપૂર નરમ-નરમ રોટલી તૈયાર કરી શકો છો.
રોટલીને પાવરહાઉસ બનાવતી 'મેજિકલ ત્રિપુટી'
સામાન્ય ઘઉંના લોટની પૌષ્ટિકતા વધારવા માટે તેમાં આ ત્રણ ચીજોનું મિશ્રણ કરવાનું રહેશે:
૧. શેકેલા ચણા :-
જે પ્રોટીનનો ઉત્તમ અને કુદરતી સ્ત્રોત છે.
૨. પનીર
સ્નાયુઓના બંધારણ માટે જરૂરી પ્રોટીન પૂરું પાડે છે.
૩. દહીં :-
શરીરમાં ખાસ કરીને શાકાહારી લોકોમાં જોવા મળતી વિટામિન B12 ની ઉણપને સરળતાથી પૂરી કરે છે.
કેવી રીતે બનાવશો આ 'સુપર ફૂડ' રોટલી?
જાણો સરળ સ્ટેપ્સજરૂરી સામગ્રી:-
૧ કપ ઘઉંનો લોટ, ૩ ચમચી શેકેલા ચણા, થોડું પનીર, ૩ ચમચી દહીં અને જરૂર મુજબ પાણી અને ઘી.
સ્ટેપ - ૧ (પેસ્ટ તૈયાર કરવી):- સૌપ્રથમ મિક્સર જારમાં શેકેલા ચણા, પનીર, દહીં અને સામાન્ય પાણી ઉમેરીને તેને સરસ રીતે બ્લેન્ડ કરી લો અને એક ઘટ્ટ, ક્રીમી પેસ્ટ બનાવી લો.
સ્ટેપ - ૨ (લોટ બાંધવો): હવે એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં આ તૈયાર કરેલી પેસ્ટને ધીમે-ધીમે ઉમેરતા જઈને એકદમ સોફ્ટ (નરમ) લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયા પછી તેને ૧૫ મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો
.સ્ટેપ - ૩ (રોટલી શેકવી): આ લોટના લુઆ (ગુલ્લા) બનાવીને સામાન્ય રોટલીની જેમ વણી લો. તવા પર બંને બાજુ સોનેરી રંગની થાય ત્યાં સુધી સરસ રીતે શેકી લો અને ઉતારીને ઉપર શુદ્ધ ઘી લગાવો.
બાળકોના ટિફિન અને ફિટનેસ લવર્સ માટે બેસ્ટ ઓપ્શનઆ પ્રોટીન રોટલી સામાન્ય રોટલી કરતા વધુ સ્વાદિષ્ટ અને લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. તેને તમે રોજિંદા ભોજનમાં દાળ, શાક, અથાણું કે દહીં સાથે ખાઈ શકો છો. વધતી ઉંમરના બાળકોના શારીરિક વિકાસ માટે અને જિમ જતા લોકો માટે આ એક સસ્તો, ઘરગથ્થુ અને સો ટકા સુરક્ષિત ઉપાય છે.