BREAKING NEWS

 મોંઘી એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ્સને કહો બાય-બાય: અળસીના બીજથી ઘરે જ બનાવો 'નેચરલ કોલેજન જેલ', ૫૦ની ઉંમરે પણ મળશે ૩૦ જેવો ગ્લો!

  • June 05, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજની વ્યસ્ત જીવનશૈલી, ધૂળ-ધુમાડો, પ્રદૂષણ અને તીવ્ર સૂર્યપ્રકાશની સૌથી પહેલી નકારાત્મક અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ઓછું પાણી પીવાના કારણે અને બગડેલા ખાનપાનને લીધે ચહેરો નાની ઉંમરે જ બેજાન, લુખ્ખો અને કરચલીઓવાળો દેખાવા લાગે છે. આ ચમક પાછી મેળવવા લોકો બજારના મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, જે ઘણીવાર કેમિકલયુક્ત હોવાથી ત્વચાને નુકસાન પહોંચાડે છે.જો તમે પણ આ કુદરતી ચમક પાછી મેળવવા માંગો છો, તો રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી ઘરે જ સો ટકા કેમિકલ મુક્ત 'નેચરલ કોલેજન જેલ' તૈયાર કરી શકો છો.
 


શું છે કોલેજન અને કેમ તે જરૂરી છે?
કોલેજન એ એક પ્રકારનું કુદરતી પ્રોટીન છે જે આપણી ત્વચાને ટાઈટ (મજબૂત) રાખે છે અને તેમાં લવચીકતા જાળવી રાખે છે. વધતી ઉંમર સાથે શરીરમાં તેનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે ચહેરાની ત્વચા ઢીલી પડે છે અને ઝીણી કરચલીઓ (Fine Lines) દેખાવા લાગે છે. આ હોમમેઇડ જેલ ત્વચાને ઉંડાણપૂર્વક હાઇડ્રેટ કરીને ૫૦ની ઉંમરે પણ ત્વચાને હંમેશા યુવાન અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.
જેલ બનાવવા માટેની જરૂરી સામગ્રીઆ મેજિકલ જેલ બનાવવા માટે તમારે બજારમાંથી કોઈ મોંઘી વસ્તુ લાવવાની જરૂર નથી. માત્ર આ ૪ વસ્તુઓથી તે તૈયાર થઈ જશે


૨ ચમચી અળસીના બીજ (Flax Seeds)૧ કપ સામાન્ય પાણી૨ ચમચી ફ્રેશ એલોવેરા જેલ૧ નંગ વિટામિન E કેપ્સ્યુલ
કેવી રીતે બનાવશો અને ઉપયોગ કરશો? 


જાણો વિધિજેલ બનાવવાની રીત:- સૌપ્રથમ એક પાત્રમાં ૧ કપ પાણી લો અને તેમાં ૨ ચમચી અળસીના બીજ ઉમેરીને તેને ધીમા તાપે ઉકાળો. જ્યારે પાણી ઉકળીને થોડું ઘટ્ટ (ચીકણું જેલ જેવું) થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. આ ગરમ મિશ્રણને તરત જ ગરણીથી ગાળી લો અને ઠંડુ થવા દો. હવે


આ ઠંડા થયેલા પ્રવાહીમાં ૨ ચમચી એલોવેરા જેલ અને ૧ વિટામિન E કેપ્સ્યુલ તોડીને તેનું ઓઈલ બરાબર મિક્સ કરી લો. તમારું હોમમેઇડ કોલેજન જેલ તૈયાર છે.લગાવવાની સાચી રીત: આ જેલનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરવો સૌથી વધુ ફાયદાકારક છે. રાત્રે ચહેરાને બરાબર ફેસવોશથી સાફ કરી લો. ત્યારબાદ હળવા હાથે આ જેલથી ચહેરા અને ગરદન પર મસાજ કરો અને આખી રાત રહેવા દો. તેના નિયમિત ઉપયોગથી ત્વચા સોફ્ટ અને ટાઈટ બનશે.


ખાસ નોંધ અને સાવચેતીપેચ ટેસ્ટ જરૂરી:- ચહેરાની ત્વચા પર કોઈપણ નવો કુદરતી પ્રયોગ કરતા પહેલા હાથની ત્વચા પર પેચ ટેસ્ટ (Patch Test) અવશ્ય કરી લેવો જેથી એલર્જીની ખબર પડે.
સેન્સિટિવ સ્કીન:- જો તમારી સ્કીન ખૂબ જ સેન્સિટિવ હોય કે કોઈ ચર્મરોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય, તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ જેલ વાપરવું.

આંતરિક પોષણ:- માત્ર બહારથી જેલ લગાવવા સિવાય પૂરતી ઊંઘ, વધુ પાણી અને હેલ્ધી ડાયેટ રાખવાથી જ સ્કીન લાંબો સમય હેલ્ધી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News