BREAKING NEWS

જામનગમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો સજુબા સ્કૂલ માંથી કરાયો પ્રારંભ: ફાયર વિભાગની ટુકડી દ્વારા ડેમોસ્ટ્રેશન કરાયું

  • January 29, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન થયું છે.



તા.૨૭-૧-૨૦૨૬ થી ૩૧-૧-૨૦૨૬ દરમિયાન શાળા સલામતી સપ્તાહ ઊજવવાનું હોય જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળાઓમાં  આ કાર્યક્રમ આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 



જેમાં પ્રથમ દિવસે આ કાર્યક્રમની શરૂઆત શાળા નં. ૬ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  જેની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. અને શાળાના પ્રિન્સપાલ  પ્રશાંતભાઈ માધવચાર્ય દ્વારા શાળામાં આ કાર્યક્રમના  અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યુ હતું. અને ત્યાર બાદ આ કાર્યક્રમનું ગાંધીનગરથી વર્સ્યુઅલ ઉદ્ઘાટન Bisag વંદે ગુજરાત ચેનલ નંબર - ૧  પર કરવામાં આવ્યું હતું.



,ત્યાર પછી ફાયર વિભાગના સીએફઓ  કે.કે. બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરી.અને સ્ટેશન ઓફિસર રાકેશભાઈ ગોકાણી અને જતીનભાઈ ત્રિવેદી દ્વારા બેઝિક ફાયર સેફ્ટી અંગે તાલીમ અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું.



તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર  પરેશભાઈ રાઠોડ દ્વારા વિવિધ આપત્તિ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવવ્યુ હતું. જેમાં શિક્ષકો અને બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.



​​​​​​​ આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેમ કે ફાયર વિભાગ અને રેડ ક્રોસ, આગાખાન એજન્સી અને ૧૦૮ એમ્બ્યુલન્સ,અને રોડ સેફ્ટી વગેરે વિભાગો દ્વારા કાર્યક્રમને અનુરૂપ આપત્તિ વ્યવસ્થાપન અંગે તેમજ કોઈપણ આપત્તિ આવે તો શું કરવું અને શું ન કરવું તે અંગે જાગૃતિ કાર્યકમો કરવામાં આવનાર છે. આ ઉપરાંત વિવિધ આપત્તિ અંગેના પોસ્ટર પ્રદર્શન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application