BREAKING NEWS

ધ્રોલની જી.એમ.પટેલ ક્ધયા વિધાલયમાં વિજ્ઞાન પ્રદર્શન કૃતિની ઝોન કક્ષાએ પસંદગી

  • December 24, 2025 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા. ૮ ડિસેમ્બર થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમ્યાન જામનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેડ મુકામે જિલ્લા કક્ષાના ત્રિદીવસીય ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં શ્રી જી.એમ. પટેલ ક્ધયા વિધાલયની જ.ટ.જ કક્ષાએ બે કૃતિઓ પસંદગી પામીને જિલ્લા કક્ષાએ પ્રદર્શિત થયેલ.

 વિભાગ નંબર: ૫ આરોગ્ય અને સ્વચ્છતામાં વિધાર્થીની બહેનો ફટાણીયા ખુશી અને સવાસડીયા મનીષાએ પ્રોજેક્ટ રજૂ કરેલ, જેનું માર્ગદર્શન શિક્ષક  અંકિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. વિભાગ નંબર : ૨ કયરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પોમાં વિધાર્થીની બહેનો નકુમ કૃપા અને નડિયાપરા માનસી એ રિસાયકલ અને રીવોર્ડ પ્રોજેક્ટ રજૂ કરેલ. જેમાં શાળાના શિક્ષક હાર્દિકાબેન પરમાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડેલ.


માધ્યમિક વિભાગની કુલ ૩૫ જેટલી કૃતિઓ રજૂ થઈ. જેમાં જિલ્લા કક્ષાએ વિભઙઈં-૨ માં છઊઈઢઈકઊ  છઊઠઅછઉ કૃતિએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. આ કૃતિ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. રિસાયકલ અને રિવોર્ડ બોકસમાં ખાલી થયેલ પ્લાસ્ટિક પેન નાખતા વિધાર્થીઓને રિવોર્ડ રૂપે ચોકલેટ મળતા વિધાર્થીઓ પ્લાસ્ટિકના રિસાયકલ પ્રત્યે જાગૃત થાય છે.
​​​​​​​

આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહી છે. ત્યારે શાળાના આચાર્યા વિજયાબેન બોડા છત્રોલા તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી  બી.એચ. ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા, બી.જી. કાનાણી, ડાયાબાપા ભીમાણી, ડો. આર. સી.ભુવા, કેમ્પસ ડાયરેક્ટર ડો. છગનભાઈ કગથરા, રમેશભાઈ વાંસજાળીયા, રમેશભાઈ જાકાસણીયા એ તમામને અભિનંદન આપ્યા તથા સમગ્ર સંકુલ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News