વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી તથા ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યારે ભાજપ તથા કોંગ્રેસ દ્રારા ઉમેદવારો નકકી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ દ્રારા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો નકકી કરવા સેન્સ લેવામાં આવી હોય જેમાં બન્ને જગ્યાએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારોનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ સર્જાયો છે.
વાંકાનેર નગરપાલિકાની ચંૂટણી માટે ભાજપમાં ધારાસભ્ય તથા સાંસદ જુથ વચ્ચે બરાબરીની ટકકર જોવા મળી રહી છે. જેનો ડેમો સેન્સ પ્રક્રિયામાં દેખાયો હતો. જેમાં બન્ને જુથે વોર્ડ દીઠ પોતાના ઉમેદવારોની પેનલો બનાવી દાવેદારી નોંધાવી અને લોબીંગ શરૂ કરતા વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કયા જુથનો દબદબો પક્ષમાં રહેશે તેનું સ્પષ્ટ્રીકરણ ભાજપ મોવડી મંડળ દ્રારા ઉમેદવારોની પસંદગી કર્યા બાદ જ થશે. જેથી હાલ વાંકાનેર વિસ્તારના નાગરીકો ભાજપ ઉમેદવારોના નામની યાદીની રાહ આતુરતાપુર્વક જોઈ રહ્યો છે.
વાંકાનેર ભાજપમાં પણ બે જુથ વચ્ચે વર્ચસ્વની લડાઈ માટે બન્ને જુથોએ ચોકઠા ગોઠવી પોતાની પેનલના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં પક્ષ તરફથી ટીકીટ મળે તે માટે તૈયારીઓ શરૂ કરી છે. જેમાં વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે લેવાયેલી સેન્સમાં કુલ ૧૦૨ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજુ કરી છે. જેમાં વોર્ડ નં.૧માં ૨૨, વોર્ડ નં.૨માં ૧૪, વોર્ડ નં.૩માં ૧૪, વોર્ડ નં.૪માં ફકત ૧, વોર્ડ નં.૫માં ૧૬, વોર્ડ નં.૬માં ૨૨ અને વોર્ડ નં.૭માં ૧૩ લોકોએ મોવડી મંડળ સામે દાવેદારી રજુ કરી છે. જયારે તાલુકા પંચાયતની ચંદ્રપુર એક બેઠક માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech