રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ હવે મિલકત વેરો વસૂલવા આક્રમક બની છે અને દરરોજ બાકીદારોની વધુને વધુ મિલકતો સીલ કરી રહી છે, દરમિયાન આજે ઢેબર રોડ ઉપર પટ્ટણી બિલ્ડીંગમાં ફસ્ર્ટ લોર ઉપરની ઓફિસ નં.૧૦૧ અને ૧૦૨, સદર બજારથી આગળ હરિહર ચોકમાં આવેલા પૂજા કોમર્શિયલ કોમ્પ્લેકસમાં ત્રણ ઓફિસ તેમજ ટાગોર માર્ગ ઉપર રાજ રત્ન કોમ્પ્લેકસમાં થર્ડ લોર ઉપર આવેલી ઓફિસ નં.૩૨૪ સહિતની છ ઓફિસો સહિત સમગ્ર શહેરમાં કુલ ૩૩ બાકીદારોની ૩૩ મિલકતો સીલ કરાઇ હતી.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ૨૫ મિલકતોને ટાંચ જિની નોટિસ અપાઇ હતી તેમજ ૧૦ બાકીદારોના નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા. બપોર સુધીમાં કુલ ૫૬.૭૧ લાખની રિકવરી કરવામાં આવી હતી. આજે ડો.યાજ્ઞિક રોડ ઉપર એક બાકીદારની પાસેથી સ્થળ ઉપર ઉભા ઉભા જ .૧૪ લાખના બાકી વેરાની વસુલાત કરાઇ હતી જે આજના દિવસની સૌથી મોટી વસુલાત હતી, મિલકત સીલ કરવા કાર્યવાહી કરતા બાકીદારએ પૂરેપૂરો બાકી વેરો ચૂકતે કર્યેા હતો. યારે આજ દિવસ સુધીમાં કુલ ૩,૬૭, ૩૬૫ મિલ્કતધારકોએ મિલકત વેરા પેટે કુલ ૩૦૮ કરોડ ૬૬ લાખની રકમ ચૂકતે કરી છે. ઉપરોકત રિકવરી ડ્રાઇવમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech